વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ જીત

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ જીત

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું હતું. માર્કસ સ્ટોઇનિસે છગ્ગો મારીને ટીમને જીત અપાવી હતી.

લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 210 રનનો ટાર્ગેટ 35.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. ઓપનર મિચેલ માર્શ અને જોશ ઇંગ્લિસે અડધી સદી ફટકારી હતી જ્યારે એડમ ઝામ્પાએ 4 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લિસે બીજી અડધી સદી ફટકારી
જોશ ઇંગ્લિસે તેની ODI કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી. આ તેની પ્રથમ વર્લ્ડ કપ અડધી સદી છે. તેણે 59 બોલમાં 98.31ની સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા. ઇંગ્લિસે 5 ચોગ્ગા અને એક છગ્ગો માર્યો છે.

લાબુશેન અને ઇંગ્લિસ વચ્ચે 77 રનની ભાગીદારી
મિચેલ માર્શના આઉટ થયા બાદ માર્નસ લાબુશેને ચોથી વિકેટ માટે જોશ ઇંગ્લિસ સાથે અડધી સદીની ભાગીદારી કરી હતી. બંનેએ 86 બોલમાં 77 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી દિલશાને લાબુશેનને આઉટ કરીને તોડી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow