ઓસ્ટ્રેલિયા વુમન્સ ટીમ વર્લ્ડ ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયા વુમન્સ ટીમ વર્લ્ડ ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયાએ મહિલા T20 વર્લ્ડ કપની ખિતાબની હેટ્રિક બનાવી છે. કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાયેલી ફાઇનલમાં ટીમે દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ટૂર્નામેન્ટની ટ્રોફી કબજે કરી હતી. ઓસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂનીએ અણનમ 79 રન બનાવ્યા હતા. તે જ સમયે દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનર લૌરા વોલ્વાર્ડે 61 રન બનાવ્યા હતા.

લૌરા વોલ્વાર્ડે 61 રન બનાવ્યા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. ટીમ તરફથી બેથ મૂનીએ 79 રનની અણનમ ઇનિંગ રમી હતી. 157 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. ઓપનર લૌરા વોલ્વાર્ડે 61 રનની ઇનિંગ રમી હતી. પરંતુ, ટીમને જીત ન અપાવી શકી.

4 ઓવરમાં 4 જુદા જુદા બોલર્સ
સાઉથ આફ્રિકાએ પાવરપ્લેની પ્રથમ 4 ઓવરમાં 4 અલગ-અલગ બોલરનો ઉપયોગ કર્યો હતો. ડાબા હાથની સ્પિનર ​​નોનકુલુલેકો મ્લાબાએ પ્રથમ ઓવર નાખી. આ પછી ઝડપી બોલર શબનિમ ઈસ્માઈલ, મેરિયન કેપ અને અયાબોંગા ખાકાએ બીજી, ત્રીજી અને ચોથી ઓવર નાખી. શરૂઆતના 3 બોલરોએ 6-6 રન આપ્યા હતા. ત્યાં ખાકાની ઓવરમાં 7 રન આવ્યા હતા.

બન્ને ટીમની પ્લેઇંગ-11 જુઓ
ઓસ્ટ્રેલિયા: મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હીલી, બેથ મૂની, એલિસે પેરી, એશ્લે ગાર્ડનર, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, મેગન શુટ, જેસ જોનાસન, ડાર્સી બ્રાઉન, જ્યોર્જિયા વેયરહેમ.

સાઉથ આફ્રિકા: સુને લુસ (કેપ્ટન), તાજમીન બ્રિટ્સ, લૌરા વોલ્વાર્ડ, મેરિયન કેપ, ક્લો ટ્રાયોન, એન્નેકે બોશ, નાદીન ડી ક્લાર્ક, સિનાલો જાફતા, શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા અને નોનકુલુલેકો મ્લાબા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow