નોન બેન્ક ફાઇનાન્સ કંપનીઓની AUM 30%થી વધુ વધશે : ક્રિસિલ

નોન બેન્ક ફાઇનાન્સ કંપનીઓની AUM 30%થી વધુ વધશે : ક્રિસિલ

દેશમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન NBFC-MFIsની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)માં 30%ની વૃદ્ધિ નોંધાય તેવી શક્યતા છે. રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નોન બેન્ક ફાઇનાન્સ કંપની-માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ (NBFC-MFI) સેગમેન્ટની એસેટ ગુણવત્તા અને નફાકારકતામાં પણ સુધારો નોંધાશે. રિપોર્ટ અનુસાર NBFC-MFI સેગમેન્ટની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) માર્ચ 2023ના અંત સુધીમાં રૂ.1.3 લાખ કરોડ નોંધાઇ હતી અને આ સેગમેન્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, યુનિવર્સલ બેન્ક તેમજ અન્ય ધિરાણકર્તાઓના જૂથ વચ્ચે સૌથી વધુ હિસ્સો પણ ધરાવે છે.

માઇક્રોલેન્ડિંગ સંસ્થાઓમાં એકંદરે એસેટ અંડર મેનેજમેન્ટ રૂ.3.4 લાખ કરોડને આંબી ચૂકી છે અને NBFC-MFIsનો ગ્રોથ અન્ય અનેક બેન્કો કરતાં પણ નોંધપાત્ર રીતે સારો રહ્યો છે. દેશમાં લોનની માંગમાં સતત વધારો તેમજ વિતરણની ટિકિટ સાઇઝમાં વૃદ્ધિને કારણે NBFC-MFIs સેગમેન્ટનો ગ્રોથ ફરીથી ટ્રેક પર જોવા મળ્યો છે. છેલ્લા 33 મહિના દરમિયાન NBFC-MFIsનો માર્કેટ હિસ્સો 7 ટકા વધીને 33 ટકા થયો છે.


NFBC-MFIsના એકંદરે AUMમાં ટોચના પાંચ રાજ્યોનો સૌથી વધુ હિસ્સો રહેલો છે. આ યાદીમાં બિહાર 12.7% સાથે ટોચ પર છે. ત્યારબાદ આ યાદીમાં તમિલનાડુ (11.1 ટકા) અને કર્ણાટક (10 ટકા) છે. સ્ટ્રેસ્ટ એસેટ્સ જેમાં નોન પરફોર્મિંગ એસેટ્સ અને રિસ્ટ્રક્ચર્ડ એસેટ્સ સામેલ છે તે માર્ચ 2023 દરમિયાન ઘટીને 3 ટકા નોંધાઇ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow