WhatsApp યુઝર્સ સાવધાન! અકાઉન્ટ યુઝ કરતા પહેલાં જાણી લો આ 3 બાબત નહીં તો...

WhatsApp યુઝર્સ સાવધાન! અકાઉન્ટ યુઝ કરતા પહેલાં જાણી લો આ 3 બાબત નહીં તો...

ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ કરવા માટે  WhatsApp એક સારૂ માધ્યમ છે. યુઝર્સ તેનાથી મેસેજ મોકલવાની સાથે ફોટો, વીડિયો અને ઓડિયો ફાઈલ પણ એક-બીજાને શેર કરી શકે છે. માટે તેનો વ્યાપ હવે ખૂબ જ વધી ગયો છે. હવે WhatsAppનો ઉપયોગ પ્રોફેશનલ કામકાજ માટેથી લઈને સ્ટડી સુદી થઈ રહ્યો છે.

જોકે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે એક નાની ભૂલ તમને જેલમાં મોકલી શકે છે. તેના માટે અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ ચલાવતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી લોકપ્રિય માધ્યમ છે વોટ્સએપ
WhatsApp વિશ્વના સૌથી મોટા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પૈકીનું એક છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ યુઝર્સ WhatsApp ચલાવે છે. મોટી કંપનીઓ, શાળાઓ, હોસ્પિટલોથી લઈને સરકારી વિભાગો સુધી વોટ્સએપનો ઉપયોગ થાય છે. તેથી જ તેની પહોંચનું પ્રમાણ ઘણું વધી ગયું છે.‌

એકવાર શેર કરવામાં આવેલ ફોટો અથવા વીડિયો તરત જ વાયરલ થઈ જાય છે. એટલા માટે WhatsApp નો ઉપયોગ ખૂબ કાળજી સાથે કરવો જોઈએ. અહીં અમે તમને એવી 3 વાતો જણાવી રહ્યા છીએ, જે ભૂલથી પણ વોટ્સએપ પર ન કરવી જોઈએ.

ફેક ન્યૂઝ શેર ના કરો
આજકાલ વોટ્સએપ ફેક ન્યૂઝ ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. જોકે, ફેક ન્યૂઝને રોકવા માટે WhatsAppએ ખૂબ જ કડક પોલિસી બનાવી છે. સાથે જ સરકાર ફેક ન્યૂઝની ફરિયાદ પર પણ કડક કાર્યવાહી કરે છે.

જો તમારી પાસે કોઈ મેસેજ કે મીડિયા ફાઈલ મળે તો તેને ચેક કર્યા વગર ફોરવર્ડ ન કરો. આમ કરવાથી તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ખોટા અને નકલી સમાચાર ફેલાવવા બદલ તમને જેલ થઈ શકે છે.ફેલાવતી

સમાજમાં નફરત ફેલાવતી વસ્તુઓ ન કરો શેર
ધર્મ, જાતિ, સમુદાય વગેરેના નામે લોકોમાં ભેદભાવ ફેલાવતી સામગ્રી શેર કરવી એ એક મોટો ગુનો છે. સમાજની શાંતિ વ્યવસ્થાને ઠેસ પહોંચાડતો અથવા ભેદભાવ ફેલાવતો આવો કોઈ મેસેજ તમારી પાસે આવે તો તેને તાત્કાલિક ડિલીટ કરી દેવો જોઈએ. ભૂલથી પણ આવા મેસેજ કે ફોટો-વીડિયો ફોરવર્ડ ન કરો. જો તમે આવું કર્યું તો તમારે જેલ જવાનો વારો આવી શકે છે.

પોર્ન ફાઇલો શેર ન કરો
વોટ્સએપ પર પોર્ન એટલે કે અશ્લીલ સામગ્રી શેર કરવી ભારે પડી શકે છે. ખાસ કરીને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે પોલીસ કડક કાર્યવાહી કરે છે. એટલા માટે વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો બિલકુલ શેર ન કરો.‌

જો કોઈ તમને પોર્ન સામગ્રી મોકલે છે તો તેને ડિલિટ કરી નાખો. આ સિવાય વોટ્સએપ એકાઉન્ટ હેક કરવા, વોટ્સએપ પર કોઈને ધમકાવવા, નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવવા અથવા છેતરપિંડી કરવા બદલ જેલ પણ થઈ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow