અમદાવાદીઓ સાવધાન! હવેથી મેટ્રોમાં ગંદકી કરનારાઓની ખેર નહીં, રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા

અમદાવાદીઓ સાવધાન! હવેથી મેટ્રોમાં ગંદકી કરનારાઓની ખેર નહીં, રૂ. 5 હજારના દંડથી માંડીને થશે જેલની સજા

દિવાળી પહેલા ગુજરાતને સરકાર તરફથી બે મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં એક છે મેટ્રો ટ્રેન અને એક છે વંદે ભારત એક્સપ્રેસ. ત્યારે હવેથી અમદાવાદીઓએ મેટ્રો ટ્રેનના પ્લેટફોર્મ પર જતી વેળાએ કે ટ્રેનમાં બેસતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. એટલે કે હવેથી અમદાવાદમાં મેટ્રોને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે.

કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ

શહેરમાં મેટ્રો કોચને નુકસાન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. જેમાં જે પાનની પિચકારી મારશે તેને રૂપિયા 5 હજાર સુધીનો દંડ અને જેલની સજા કરાશે. જે કોચ-પરિસરમાં પોસ્ટર ચોંટાડશે તેને 6 માસની જેલ થશે. કારણ વિના જો કોઇ બેલ કે એલાર્મ વગાડશે તો તેવાને પણ 1 વર્ષની જેલની સજા થશે.

અભદ્ર વર્તન કરનારને થશે રૂ. 200નો દંડ

તદુપરાંત મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર પણ 6 મહિનાની જેલ થશે. દારૂના નશામાં કે અભદ્ર વર્તન કરનાર અથવા તો અન્ય એવી કોઇ બાબતે રૂ. 200નો દંડ થશે તેમજ પાસ પણ જપ્ત થઇ જશે. આ સિવાય ખતરનાક કે પ્રતિબંધિત ચીજસ્તુઓ પણ ટ્રેનમાં લાવનારને 4 વર્ષ સુધીની જેલની સજા થશે.

કોચમાં કંઇ પણ લખવા પર કે દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ

મેટ્રો કોચમાં લખવા પર અથવા કંઈ પણ દોરવા પર પણ 500 રૂપિયાનો દંડ ફટકારાશે. જોકે સાથે મુસાફરી દરમ્યાન જો પેસેન્જરની તબિયત બગડે તો તેને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી મેટ્રોની રહેશે. કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 6 હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા છે. આગામી સમયમાં નવી 10 જેટલી હોસ્પિટલો સાથે પણ MOU કરાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow