પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો!

પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો!

પાકિસ્તાનના સિંધના કાશમોરમાં રવિવારે સવારે એક હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મંદિર અને આસપાસના હિંદુ સમુદાયના ઘરો પર પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા.

પાકિસ્તાનમાં 48 કલાકમાં હિન્દુ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના છે. આ પહેલા શુક્રવારે રાત્રે કરાચીમાં 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રે માતાના મંદિર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તે સમયે આ વિસ્તારમાં વીજળી નહોતી.

હુમલા સમયે મંદિર બંધ હતું
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રવિવારના હુમલા વખતે મંદિર બંધ હતું, તેથી વધારે નુકસાન થયું નથી. હુમલાખોરોએ મંદિર પાસે રહેતા હિન્દુ સમુદાયના લોકોના ઘરો પર પણ હુમલો કર્યો હતો.

પ્રારંભિક તપાસ મુજબ હુમલાખોરો 8થી 9 લોકો હતા. પોલીસે તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાની મીડિયા ડોન અનુસાર બાગડી સમુદાય દ્વારા આયોજિત ધાર્મિક સેવાઓ માટે મંદિર દર વર્ષે ખોલવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow