શેરમાર્કેટમાં 99.6% ટ્રેડિંગ ફ્યુચર રેટ પર

શેરમાર્કેટમાં 99.6% ટ્રેડિંગ ફ્યુચર રેટ પર

તાજેતરના વર્ષોમાં શેરમાર્કેટમાં ઉછાળા વચ્ચે મોટા ભાગના ટ્રેડર્સને નુકસાનનું એક મોટું કારણ સામે આવ્યું છે. અત્યારે દેશના શેરમાર્કેટમાં 99.6% ટ્રેડિંગ ડેરિવેટિવ (ફ્યૂચર એન્ડ ઓપ્શન્સ) સેગમેન્ટમાં થાય છે. માર્કેટમાં આ પ્રકારનો વાયદા કારોબાર દૈનિક 358 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેનો અર્થ છે કે ટ્રેડર દરેક દિવસે શેરમાર્કેટની કુલ માર્કેટ કેપના 1.25 ગણો વેપાર ભવિષ્યના ભાવ પર કરી રહ્યાં છે.

દેશમાં અંદાજે 5,000 કંપનીઓ લિસ્ટેડ છે. તેમાંથી માત્ર 193 શેર્સ અને ઇન્ડેક્સ માટે ડેરિવેટિવ સોદા (કોન્ટ્રાક્ટ્સ) કરી શકાય છે. તેના માટે અત્યારે અંદાજે 46,000 વ્યક્તિગત સોદા ઉપલબ્ધ છે. એટલે કે 4%થી પણ ઓછા શેર્સને લઇને 99.6% ટ્રેડિંગ થઇ રહ્યું છે, એ પણ ફ્યૂચર રેટ્સ પર. તેને મુકાબલે અમેરિકામાં અંદાજે 70% ટ્રેડિંગ જ ડેરિવેટિવ સેગમેન્ટમાં થાય છે.

દર 10માંથી 9 ટ્રેડર ખોટમાં
માર્કેટ નિયામક સેબીના એક રિપોર્ટ અનુસાર, અત્યારે દર 10માંથી 9 ટ્રેડર ખોટમાં છે. ટ્રેડર દીઠ સરેરાશ નુકસાન અંદાજે 56,000 રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. કુલ મળીને રિટેલ ટ્રેડરના 80%થી વધુ દાવ નુકસાન પહોંચાડી રહ્યાં છે. ગત વર્ષે F&Oના 90% ટ્રેડર્સને અંદાજે 45,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જ્યારે 10%ને 6,900 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ટ્રેડર દરેક દિવસે શેરમાર્કેટની કુલ માર્કેટ કેપના 1.25 ગણો વેપાર ભવિષ્યના ભાવ પર કરી રહ્યાં છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow