જસદણ-આટકોટ ફોરલેનમાં પાથરેલો ડામર ઉખડતા પડ્યા ગાબડાં, વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો

જસદણ-આટકોટ ફોરલેનમાં પાથરેલો ડામર ઉખડતા પડ્યા ગાબડાં, વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો

જસદણ-આટકોટ વચ્ચેનો રોડ અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો ત્રાસી ગયા હતા. જેથી રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ.12 કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટે મંજૂર કરાવતા આ રોડનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ રોડ બન્યાના ટૂંકા સમયમાં જ ઠેકઠેકાણે ગાબડાંઓ પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ જસદણ-આટકોટ રોડ પર દરરોજ બે હજારથી વધારે વાહનો આ મસમોટા ગાબડાઓના લીધે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.

જસદણના લોકોને રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે તેમજ આટકોટ, જીવાપર, પાંચવડા, સાણથલી સહિતના વિસ્તારના પંદરથી વધારે ગામડાના લોકોને તાલુકા મથક જસદણ આવવા માટે આવા ખખડધજ રસ્તા ઉપરથી નાછૂટકે પસાર થવું પડી રહ્યું છે. આ રોડમાં અનેક જગ્યાએ મસમોટા ગાબડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહે છે. હાલ જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો કાપવામાં વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને આંખે ફરજિયાત ચશ્માં પહેરીને પસાર થવું પડી રહ્યું છે.

જોકે આ બિસ્માર રસ્તા અંગે તંત્રને પણ જાણ હોવા છતાં જાણી જોઈને આંખ આડા કાન કરાતા હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠી રહી છે. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ કામના કોન્ટ્રાક્ટરને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow