અશ્વપ્રેમી રવીન્દ્ર જાડેજાની ફાર્મહાઉસમાં ઘોડેસવારી
આમ તો રવિન્દ્ર જાડેજા પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ વિતાવે છે, પરંતુ બાકીનો કેટલોક સમય તે પોતાના અંગત મિત્રો એવા અશ્વો સાથે ફાર્મહાઉસમાં વિતાવે છે. સેલિબ્રિટી કોઈ પણ હોય તેમને બાઈક અથવા કાર રાઇડિંગનો શોખ હોય છે, પરંતુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને શોખ છે હોર્સ રાઇડિંગનો. રવિન્દ્ર જાડેજા બુધવારે પોતાના ફાર્મહાઉસ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોર્સ રાઇડિંગ કર્યું હતું. ઘોડેસવારીના વીડિયો અને ફોટા કેપ્ચર કરી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા અને તેમાં લખ્યું હતું કે, મારા સપના તરફ દોડી રહ્યો છું. આ પોસ્ટ પર તેમના ફેન્સ દ્વારા માત્ર 7 કલાકમાં 4 લાખ લાઈક કરી 4000થી વધુ કોમેન્ટ કરી દીધી હતી.
તાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યા બાદ રાજકોટમાં રમાયેલ રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચ ડ્રો થયા બાદ રવિન્દ્ર જાડેજા બુધવારે જામનગર જિલ્લામાં આવેલ પોતાના ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેમને પોતાના મનપસંદ અંગત મિત્રો સમાન અશ્વો સાથે સમય વિતાવ્યો હતો, જેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ સાથે ઘોડેશ્વારી કરતા પણ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતાં, જેમાં ‘નાયક નહિ ખલનાયક....સોંગ અપલોડ કરવામાં આવ્યું છે. જ્યારે કેપ્સનમાં 'મારા સપના તરફ આગળ આગળ વધી રહ્યો છું' લખવામાં આવ્યું છે.