આસો મહિનાની પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો

આસો મહિનાની પૂનમના દિવસે જ સોમરસ બનતો હતો

ધર્મગ્રંથોમાં શરદ ઋતુમાં આવતી પૂનમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિએ ચંદ્રના પ્રકાશમાં ઔષધીય ગુણ આવી જાય છે. એટલે આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાથી અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા છે. આ વખતે આ પર્વ 9 ઓક્ટોબર, રવિવારના રોજ રહેશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે પૂનમ તિથિ રવિવારે આખો દિવસ અને રાત રહેશે. એટલે સવારે તીર્થ સ્નાન અને દાન કરવું શુભ રહેશે. આખો દિવસ વ્રત અને પૂજા કર્યા પછી સાંજે ચંદ્રના દર્શન કરો. તે પછ અર્ઘ્ય આપો. બધા દેવી-દેવતાઓને ખીરનું નૈવેદ્ય ધરાવવું. પછી રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટ ખીરને પ્રસાદ તરીકે ખાવી.

શરદ પૂનમના દિવસે ઐરાવત ઉપર બેઠેલાં ઈન્દ્ર અને મહાલક્ષ્મીની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ પણ કરવો જોઈએ અને કાંસના વાસણમાં ઘી રાખીને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. આ પર્વમાં દીપદાન કરવાની પરંપરા પણ છે. રાતે ઘીનો દીવો પ્રગટાવીને મંદિર, બગીચા અને ઘરમાં રાખો. સાથે જ તુલસી અને પીપળાના ઝાડ નીચે પણ રાખો. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ ઓછો થઈ જાય છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow