તાપમાનનો પારો 7.5 સિંગલ ડિજિટ પહોંચતા નગરજનો ઠુંઠવાયા, ઠંડી સામે રક્ષણ મેળવવા ઠેર ઠેર તાપણાં

તાપમાનનો પારો 7.5 સિંગલ ડિજિટ પહોંચતા નગરજનો ઠુંઠવાયા, ઠંડી સામે રક્ષણ મેળવવા ઠેર ઠેર તાપણાં

જામનગર શહેર અને જિલ્લામાં ઉતરાણપર્વના દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયા પછી જામનગર પંથકમાં શીત લહેર પ્રસરી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડી નો પારો 10થી 7.5 ડિગ્રી વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે.  

સાથો સાથ પ્રતિ કલાકના 24 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને ધ્રુજાવી દીધા છે. જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આજે તાપમાનનો પારો વધુ નીચે ગગડીને સિંગલ ડિજિટ નજીક આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુ અને બેઠા ઠાર ના કારણે જનજીવન પર વ્યાપક અસર જેવા મળી રહી છે.  

લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કરતાં કરફ્યુ ટાઈમ પહેલાં જ માર્ગો સુમસામ મળતા હતા. ઉપરાંત જાહેર સ્થળો પર પણ લોકોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે.  

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે બાદ 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાને 7.5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ગામ તાપમાન 23.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ ક્લાના 24કિ.મી.ની ઝડપે રહી હતી. જ્યારે જામનગરમાં કડકડતી ટી ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના લોકોએ તાપણું કર્યું હતું અને કરકડતી ઠંડીથી રાહત મેળવી હતી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow