પાકિસ્તાનમાં સ્થિતિ વણસી, સમર્થકોએ આર્મી હેડક્વાર્ટર-અધિકારીઓના ઘરો પર હુમલા કર્યા

પાકિસ્તાનમાં સ્થિતિ વણસી, સમર્થકોએ આર્મી હેડક્વાર્ટર-અધિકારીઓના ઘરો પર હુમલા કર્યા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ઈમરાન ખાનની ધરપકડને યોગ્ય ઠેરવી છે. મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ઈમરાન ખાન 2 કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યા હતા. ઈમરાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ છતાં ઈમરાનના સમર્થકો પાકિસ્તાને ભળકે બાળી રહ્યા છે. ઈમરાનના સમર્થકો ઠેર-ઠેર તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. પેશાવરમાં એક રેડિયો સ્ટેશનની બિલ્ડિંગમાં આગ લગાવી હતી. સમર્થકોએ ડમી એરક્રાફ્ટને પણ આગચંપી કરી હતી.

ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)નો આરોપ છે - ખાનને મારવામાં આવી રહ્યા છે. પાર્ટીએ ઈમરાનના વકીલનો લોહીલુહાણ પડેલો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

આઈજી અકબર ખાને કહ્યું કે અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના અખબાર 'ધ ડૉન' અનુસાર - અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ 50 અબજ રૂપિયાથી વધુનું છે અને તેનો ફાયદો માત્ર ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીએ જ લીધો હતો.

Read more

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ, તા. ૧૫ જુલાઈ - રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત હસ્તકના વિવિધ માર્ગો પર ભારે વરસાદના કારણે પડેલા ખાડા

By Gujaratnow
એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીના પુત્ર ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. આજે વહે

By Gujaratnow