હોળી ધુળેટીનો પર્વ નજીક આવતા જ દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ જામ્યો, સેવાભાવીઓ દ્વારા ઠેર-ઠેર કેમ્પ કરાયા

હોળી ધુળેટીનો પર્વ નજીક આવતા જ દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ જામ્યો, સેવાભાવીઓ દ્વારા ઠેર-ઠેર કેમ્પ કરાયા

પ્રિયંકા કાપડિયા ( રાજકોટ )


રાજકોટ : દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા ગુજરાત ઉપરાંત આસપાસના અન્ય રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ચાલીને પગપાળા કાનાની કર્મભૂમિ દ્વારકામાં જઈ રહ્યા છે.

હોળી-ધૂળેટી નજીક આવી રહી છે. હોળીના તહેવાર પર દ્વારકામાં થતા ફૂલડોલ કાર્યક્રમનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે, ત્યારે રાજકોટ થી દ્વારકા તરફ જતા રસ્તે ભાવિકોનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા ગુજરાત ઉપરાંત આસપાસના અન્ય રાજ્યોમાંથી કાનાના ભક્તો મોટી સંખ્યામાં ચાલીને પગપાળા કાનાની કર્મભૂમિ દ્વારકામાં જઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં રસ્તામાં ઠેર-ઠેર સેવાભાવીઓ દ્વારા પદયાત્રીઓની સેવા માટે કેમ્પો પણ નાખવામાં આવ્યા છે.

છેલ્લા દિવસોમાં દ્વારકા તરફના હાઇવે પર ચાલીને જતા ભાવિકોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો જય દ્વારકાધીશ, જય રણછોડના નારાઓ સાથે દ્વારકા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે.

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધવા રાજકોટની ભાગોળે દ્વારકા તરફ જતા રસ્તાઓ - હાઇવે પર સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ કેમ્પો પણ શરૂ કર્યા છે. ચાલીને જતા પદયાત્રીઓને માટે ભીખાભાઇ દાદલ, ચેતન ગધાત્રા અને તેમના ગ્રુપ દ્રારા પદયાત્રીઓને ચા-પાણી-નાસ્તા પ્રસાદ રૂપે આપી સેવા કરી હતી.

ગુજરાતનાવ સાથે ખાસવાતચીતમાં ચેતન ગધાત્રાએ જણાવ્યું હતું કે અનેક પદયાત્રીઓ પોતાના સંઘ સાથે દ્વારકા તરફ જવા માટે રાજકોટ જિલ્લામાંથી પસાર થાય છે ત્યારે એમના ગ્રુપ દ્વારા મુખ્ય ધોરીમાર્ગ પર સેવા કેન્દ્ર ઉભુ કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા આપી રહ્યા છે.

હોળી-ધુળેટીના પર્વને લઇ કાના નગરી દ્વારકા તરફ પદયાત્રી અને સેવાભાવીઓનો પડાવ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા તરફના રસ્તા પર આનંદ અને પદયાત્રીઓમા ઉત્સાહ જોવા મળી રહ્યા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow