નવું વર્ષ શરૂ થતાં જ ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ ચીજ, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

નવું વર્ષ શરૂ થતાં જ ઘરના મુખ્ય દ્વાર પર લગાવો આ ચીજ, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

નવા વર્ષે વાસ્તુના કરો આ ઉપાય

નવુ વર્ષ થોડા દિવસો બાદ શરૂ થવાનુ છે. વર્ષ પૂર્ણ થતા દરેક વ્યક્તિના નવા સપના, આશા જાગી જાય છે કે આવનારું વર્ષ કેવુ હોવુ જોઈએ. દરેક માણસની ઈચ્છા હોય છે કે નવુ વર્ષ ખુશી અને સુખ-સમૃદ્ધીથી ભરેલુ હોય. તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. એવામાં વાસ્તુ શાસ્ત્રમાં અમુક એવી વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી આખુ વર્ષ સારું જશે. આ સાથે ધન-ધાન્યમાં વધારો થશે.

નવા વર્ષે મેન દરવાજે લગાવો આ વસ્તુઓ

ઘોડાની નાળ

વાસ્તુ શાસ્ત્રમાં ઘોડાની નાળનુ ઘણુ મહત્વ છે. જેને સૌભાગ્યનુ પ્રતિક માનવામાં આવે છે. જેને મેન દરવાજે લગાવવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. જેની સાથે સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

બનાવો ધાર્મિક પ્રતીક

વાસ્તુ શાસ્ત્ર મુજબ, મુખ્ય દ્વારમાં સાથિયો, ઓમ, ક્રોસ વગેરેનુ ચિન્હ બનાવી શકો છો અથવા આર્ટીફિશિયલ લગાવી શકો છો. જેને પણ પ્રવેશ દ્વારમાં લગાવવાથી સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થાય છે.

ભગવાન ગણેશની મૂર્તિ

ઘરમાં ખુશી અને સુખ-સમૃદ્ઘી જાળવી રાખવા માટે મુખ્ય દ્વારમાં ગણેશજીનુ ચિત્ર અથવા પછી મૂર્તિ અવશ્ય લગાવો. ઘરના મુખ્ય દરવાજાની અંદરની બાજુએ લગાવો. જેનાથી પીઠ બહારની બાજુ રહેશે. ગણપતિની મૂર્તિ બહારની બાજુ લગાવવાથી ધનનો અભાવ સર્જાય છે.

તાંબાનો સૂર્ય

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરના મુખ્ય દ્વારની દીવાલમાં તાંબાનો સૂર્ય લગાવવો શુભ માનવામાં આવે છે. સૂર્યના પ્રતીકને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધી મળે છે. આ સાથે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. તેથી નવા વર્ષમાં સુખ-સમૃદ્ધી મેળવવા માટે મુખ્ય દ્વારમાં તાંબામાંથી બનાવેલો સૂર્ય અવશ્ય લગાવો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow