કેશોદ બેઠક પર ભાજપે દેવાભાઈ માલમને રિપિટ કરતા અરવિંદ લાડાણી નારાજ!

કેશોદ બેઠક પર ભાજપે દેવાભાઈ માલમને રિપિટ કરતા અરવિંદ લાડાણી નારાજ!

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે કેશોદ વિધાનસભાની સીટ પર પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ ભાજપમાં ગાબડું પડ્યું છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર દેવા માલમને ટિકિટ અપાતા વિવાદ સર્જાયો છે. અરવિંદ લાડાણીએ નારાજગી સાથે રાજીનામું આપું અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

કેશોદ વિધાનસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પાર્ટી પાસે મે ટિકિટ માગી હતી. જોકે, અનિવાર્ય સંજોગોએ પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે. વધુમા અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1983થી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે. 2017 સુધી પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપતા લોકો વચ્ચે રહી લોકોની સેવા કરી છે. ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 560 કરોડના વિકાસના કામો કર્યા છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ વખતે ટિકિટ નથી આપી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow