રાજકોટમાં 14 લાખની સોનાની બૂટીઓ સાથે કારીગર નાસી છૂટ્યો

રાજકોટમાં 14 લાખની સોનાની બૂટીઓ સાથે કારીગર નાસી છૂટ્યો

મૂળ પ.બંગાળના અને હાલ રાજકોટના હાથીખાના મેઇન રોડ, શિવા મહારાજ-1 શેરીમાં રહીને સોની બજારમાં શિવ દુર્ગા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સૌમેન રામચંદ્ર સામંતાએ પ.બંગાળના સુવાજી મલય કોયલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદ મુજબ, સુવાજી કોયલા તેમને ત્યાં છેલ્લા એક વર્ષથી સોનાની મજૂરીકામ કરતો હોવાથી તેના પર પૂરો વિશ્વાસ હતો.

દરમિયાન ગત તા.15ના રોજ સવારે દુકાનેથી સુવાજીને રૂ.14.04 લાખની કિંમતની 312 ગ્રામ સોનાની 107 જોડી બૂટીનું પાલિશ કરાવવા માટે નજીકમાં આવેલા ઝવેરી ચેમ્બરમાં બિમલભાઇની દુકાને મોકલ્યો હતો. સુવાજી ગયાના અડધી કલાક પછી પણ તે પરત દુકાને નહિ આવતા વેપારી બિમલભાઇને ફોન કરી સુવાજીને બૂટીઓ પાલિશ કરવા મોકલ્યો હોવાનું અને તે ત્યાં આવી ગયો છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે વેપારીએ હજુ સુધી કોઇ આવ્યું ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow