મિસાઇલ, લૉન્ચર સહિત 4276 કરોડનો શસ્ત્રસરંજામ ખરીદાશે

મિસાઇલ, લૉન્ચર સહિત 4276 કરોડનો શસ્ત્રસરંજામ ખરીદાશે

ચીન સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે રૂ. 4,276 કરોડના ખર્ચે હેલિના એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ સહિત કુલ ત્રણ ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સિસ્ટમથી ચીન સરહદે ફરજ બજાવી રહેલા સુરક્ષા દળોની ક્ષમતામાં અનેકગણો વધારો થશે.

એલએસી પર ભારતની એર ડિફેન્સ ક્ષમતા વધારવા કાઉન્સિલે વિશોરદ (VSHORAD) મિસાઇલ્સની ખરીદીને પણ મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મંગળવારે યોજાયેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં સેનાના બે અને નૌસેના એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, હેલિના એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ, લૉન્ચર અને અન્ય શસ્ત્રસરંજામ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ) માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ સમગ્ર સિસ્ટમ એએલએચને વધુ મજબૂત બનાવીને દુશ્મનનો સામનો કરવા માટે ખૂબ જ મહત્ત્વની છે. આ સિસ્ટમથી ભારતીય સેનાની ક્ષમતા અનેકગણી વધી જશે. વિશોરદ મિસાઇલ સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડિઝાઇન અને વિકસિત કરાઇ છે. દેશની ઉત્તર સરહદે વધી રહેલા તણાવના કારણે એર ડિફેન્સ વેપન સિસ્ટમને વધુ અસરકારક બનાવવાની જરૂર છે.

અહીં પહાડી વિસ્તારો હોવાથી વિવિધ શસ્ત્રસરંજામ વજનમાં હલકો અને પ્રમાણમાં ઓછી જગ્યા રોકે તેવો હોવો જોઇએ, જેથી તે સમુદ્ર સહિતના કોઇ પણ સ્થળે ઝડપથી તહેનાત કરી શકાય. આ દરમિયાન ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે બ્રહ્મોસ લોન્ચર અને ફાયર કંટ્રોલ સિસ્ટમને પણ મંજૂરી આપી છે, જે નૌસેનાના શિવાલિક શ્રેણીના યુદ્ધજહાજો અને નેક્સ્ટ જનરેશન મિસાઇલ વેસલ્સ પર તહેનાત કરી શકાશે. આ સિસ્ટમથી નૌસેનાની વિવિધ ઓપરેશન હેઠળ દુશ્મનના યુદ્ધજહાજો નાશ કરવાની ક્ષમતા પણ અનેકગણી વધી જશે. ચીન સાથે લદાખમાં સર્જાયેલા ઘર્ષણને પગલે ભારત એલએસી પર તેની ક્ષમતા સતત વધારી રહ્યું છે.

નોંધનીય છે કે, ગયા મહિને પણ સંરક્ષણ મંત્રાલયે લાઇટ ટેન્ક, એન્ટિ શિપ મિસાઇલ અને લોંગ રેન્જ ગાઇડેડ બોમ્બ સહિત કુલ રૂ. 84,328 કરોડની ખરીદીને પણ મંજૂરી આપી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow