તમે પણ કરો છો ચાદર ધોવામાં આળસ? ગંદી બેડશીટ પર સુવાથી શરીરમાં ઘૂસી જાય છે આ 4 ખતરનાક બીમારીઓ

તમે પણ કરો છો ચાદર ધોવામાં આળસ? ગંદી બેડશીટ પર સુવાથી શરીરમાં ઘૂસી જાય છે આ 4 ખતરનાક બીમારીઓ

શું તમે લાંબા સમય સુધી એક જ બેડશીટનો ઉપયોગ કરો છો? શું તમે મહિનામાં ફક્ત એક વખત જ બેડશીટ બદલો છો? જો હા તો તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જી હાં એક સર્વે અનુસાર લગભગ 1.10 કરોડ લોકો મહિનામાં ફક્ત એક વખત જ પોતાની બેડશીટ ધોવે છે.

ગંદી બેડશીટના કારણે થાય છે હેલ્થ પ્રોબ્લેમ
બ્રિટનની રિસર્ચ અને ડેટા અનાલિટિક્સ ફર્મ YouGovના એનાલિસિસમાં જાણવા મળ્યું છે કે 3 લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું કે તે બે અઠવાડિયા બાદ બેડશીટ બદલવા પર વિચાર કરે છે.

નવા રિસર્ચે આવા ચાર હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે જણાવ્યું છે. જે ગંદી બેડશીટનો ઉપયોગ કરવાના કારણે થાય છે. રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે આ ચારમાંથી બે મુશ્કેલીઓ 'સાઈલેન્ટ કિલર' છે. એટલે કે વગર કોઈ લક્ષણે તમારા શરીર પર હુમલો કરી શકે છે.

એક્ઝિમા
એક્ઝિમા એક એવી બીમારી છે જેના કારણે ત્વચા પર ખૂબ ખંજવાડ આવે છે અને સ્કીન ડ્રાય થઈ જાય છે. ઘણી વખત બળતરા પણ મહેસૂસ થાય છે. આ સમસ્યાથી પીડિત લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરો પડે છે.

એક્ઝિમાનો સૌથી સામાન્ય રૂપ એટોપિક એક્ઝિમા બ્રિટનમાં 5 બાળકોમાંથી એક અને 10 એડલ્ટમાંથી એકને પ્રભાવિત કરે છે. એક રિપોર્ટ અનુસાર બેડ પરની ગંદી ચાદર મોટાભાગે આ સમસ્યાઓને વધારે વધારી દે છે. ચાદરને સમય સમય પર ન ઘોવાના કારણે સ્કિનમાં બળતરા થઈ શકે છે.

નિમોનિયા
નિમોનિયા એક પ્રકારના ફેફસાનું ઈન્ફેક્શન છે. જે શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા કરે છે. જો તેની સમય પર સારવાર ન કરવામાં આવે તો આ બીમારી ઓક્સીજનની કમી અને મોતનું કારણ પણ બની શકે છે. તેના સામાન્ય લક્ષણોમાં ખાંસી, કમજોરી, થાક, પરસેવો અને વારંવાર ધ્રુજારી આવવી શામેલ છે.

હોસ્પિટલના બેડની ચાદરોમાં ઘણી વખત સ્ટેફિલોકોકસ બેક્ટેરિયા મળી આવે છે જે નિમોનિયાના કારણે બને છે. બેક્ટેરિયાથી છુટકારો મેળવવા માટે સમય સમય પર તમારી બેડશીટ બદલો. એક રિપોર્ટ અનુસાર નિમોનિયાને 'સાઈલેન્ટ કિલર' પણ કહેવામાં આવે છે.

પિંપલ્સ
આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પિંપલ્સની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. આ ત્વચાની એક દર્દનાક સ્થિતિ હોય છે. જે ક્યારેકને ક્યારેક બધાને પ્રભાવિત કરી શકે છે. નેશનલ હેલ્થ સર્વિસનું કહેવું છે કે પિંપલ્સ ઘણી વખત પીઠ અને છાતીની ચાંમડીને પણ પ્રભાવિત કરે છે.

પિંપલ્સની સમસ્યા પેદા કરવાનું કામ ગંદી ચાદર પણ કરે છે. જો તમે ગંદી ચાદરોનો ઉપયોગ કરો છો તો તેમાં સંભાવના વધારે છે કે તમને પિંપલ્સ થઈ શકે છે.

અસ્થમા
અસ્થમા ફેફસાના એયરવેઝના સોજા સાથે જોડાયેલી બીમારી છે. બ્રિટનમાં 80 લાખ લોકોને આ બીમારીને પ્રભાવિત કર્યા છે. અસ્થમા એક શ્વસન સંબંધી સ્થિતિ છે. જે ફેફસાની હવાને અંદર અને બહાર લઈ જતી શ્વાસ નળીઓમાં સોજોના કારણે થાય છે.

આ બીમારી દરેક ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે. જો સમય પર અસ્થમાની સારવાર ન કરવામાં આવે તો તેનાથી અચાનક મોત પણ આવી શકે છે. એક્સપર્ટ જણાવે છે કે જે બેડશીટને રેગ્યુલરલી નથી બદલતા તેમાં ધૂળ જમા થઈ જાય છે જે અસ્થમાને ટ્રિગર કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow