શું તમારા પણ નથી થઇ રહ્યા લગ્ન? તો અત્યારે જ જાણી લો આ પાછળ ક્યા કારણો છે જવાબદાર

શું તમારા પણ નથી થઇ રહ્યા લગ્ન? તો અત્યારે જ જાણી લો આ પાછળ ક્યા કારણો છે જવાબદાર

સમય પર લગ્ન ન થવાના ઘણા કારણો હોઈ શકે છે. તપાસ બાદ પણ તમને મનપસંદ પાર્ટનર નથી મળી શકતો, તો તમારે અમુક વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે, કેમકે ઘણી વાર તમારું લગ્નનું મન હોય છે, પરંતુ સારા સંબંધો મળી શકતા નથી. આવો જાણીએ આખરે ક્યા ક્યા એ કારણો છે, જેથી તમારા લગ્નમાં તકલીફો પેદા થાય છે.

1. બ્રેકઅપ પછી લગ્નનો નિર્ણય

ઘણી વાર યુવાનો બ્રેકઅપનાં તરત જ બાદ લગ્નનો નિર્ણય લે છે, જે ખોટું છે. ઘણા લોકો માને છે કે લગ્ન બાદ તેમની એકલતા દૂર થઇ જશે. આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલા ખુદને પૂછવું જોઈએ કે શું તમે લગ્ન માટે તૈયાર છો. ત્યાર બાદ જ મોટો નિર્ણય લો.

2. જ્યોતિષીય કારણોને લીધે પણ નથી થઈ શકતા લગ્ન

ઘણી વાર જ્યોતિષીય કારણોને લીધે પણ તમારા લગ્ન નથી થઇ શકતા, આવામાં તમારે ઘરના પંડિત સાથે લગ્ન સંબંધિત સમસ્યા પર વાતચીત કરવી જોઈએ, જેથી તમારા લગ્ન સમય પર થઇ શકે.

3. સુંદર પાર્ટનર મેળવવાની ઈચ્છા

ભલે જમાનો ગમે તેટલો બદલાઈ ગયો હોય,પરંતુ મોટાભાગનાં લોકોનાં મનમાં લગ્ન માટે સુંદર પાર્ટનરની જ ડિમાંડ હોય છે, જેથી તમને સુંદર પાર્ટનર મળવામાં સમય લાગી શકે છે. આવામાં તમારે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.

4. વારંવાર રીજેકશનનો ડર

આ સાથે જ લગ્ન જેવી બાબતોમાં વારંવાર રીજેકશન પણ મળે છે. જ્યારે વ્યક્તિને વારંવાર રીજેકશન મળે છે, તો એ લગ્ન જેવા બંધનમાં બંધાવા ઈચ્છતો હોતો નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow