તમે તો નથી કરતાને વધારે પડતા ફળનું સેવન? આ સમસ્યાઓનો વધી શકે છે ખતરો

તમે તો નથી કરતાને વધારે પડતા ફળનું સેવન? આ સમસ્યાઓનો વધી શકે છે ખતરો

જાડાયણુ, ડાયાબિટીઝ અને હાર્ટના દર્દીઓ માટે શુગરને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં એવા ઘણા લોકો છે જે દરરોજ વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરનું સેવન કરે છે.  

વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સામાન્ય રીતે ગળ્યુ ખાવાની ક્રેવિંગ થવા પર હેલ્થ અને ડાયેટ એક્સપર્ટ્સ ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે.

ફ્રૂટ્સમાં મળે છે નેચરલ શુગર
તમને જણાવી દઈએ કે ફ્રૂટ્સમાં પણ શુગરનું પ્રમાણ મળી આવે છે પરંતુ તેમાં મળી આવતી નેચરલ શુગર હોય છે જેને ફ્રૂક્ટોઝ કહેવાય છે. એવામાં વ્હાઈટ અને રિફાઈન્ડ શુગરની તુલનામાં ફળોમાં મળી આવતા શુગરને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે.

કોઈ પણ વસ્તુનું ન કરો વધારે સેવન
જોકે જે પ્રકારે અનહેલ્ધી વસ્તુઓનું વધારે પ્રમાણમાં સેવન કરવું નુકસાનકારક સાબિત થાય છે એવી જ રીતે હેલ્ધી વસ્તુઓનું પણ વધારે પ્રમાણમાં સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમને વધારે માત્રામાં ફળ કાવાના અમુક નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.  

વધારે પ્રમાણમાં ફળ ખાવાના નુકસાન
અમુક ફળોમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય છે તો અમુકમાં ખૂબ જ વધારે કેલેરી હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ડાયાબિટીઝના લોકોના મામલામાં ખૂબ વધારે માત્રામાં ફળ ખાવાથી બ્લડ શુગરનું લેવલ ખૂબ જ વધી શકે છે.

ત્યાં જ જો હેલ્ધી લોકોની વાત કરીએ તો ખૂબ જ વધારે માત્રામાં ફળોનું સેવન કરવાથી વજન વધવા અને જાડાયણાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.

એક તરફ સફરજન અને બેરીઝ એવા ફળ છે જેમાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે સાથે ડ ફળ તમને પ્રાકૃતિક રીતે હાઈડ્રેટેડ રાખે છે. પરંતુ બીજી તરફ તેનું સેવન ખૂબ જ વધારે માત્રામાં કરવાથી તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી તમારા શરીરમાં આગળ જઈને પોષક તત્વોની કમી અને ઘણા પ્રકારની બીમારીઓ પેદા થઈ શકે છે.

ફળોનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી થઈ શકે છે આ મુશ્કેલીઓ

  • હાઈ બ્લડ શુગર લેવલ
  • વજન વધવુ
  • જાડાયણુ
  • ટાઈપ-2 ડાયાબિટીઝનો ખતરો
  • પોષક તત્વોની કમી
  • પાચન ક્રિયા યોગ્ય ન થવી
  • ગેસ અને બ્લોટિંગ
  • ઈર્રિટેબલ બાઉલ સિંડ્રોમ અથવા આંતરડાના રોગ

દિવસમાં કેટલા ફળ ખાવા માનવામાં આવે છે સુરક્ષિત?
પોષણ અને આહાર નિષ્ણાંતો અનુસાર, આદર્શ રીતે એક દિવસમાં ફળોને ફક્ત ચાર કે પાંચ સર્વિંગ જ લેવી જોઈએ. ફળોની સાથે જ ખૂબ જ શાકભાજી, હોલગ્રેઈન્સ, બીન્સ, પ્લાંટ બેસ્ડ પ્રોટીન અને મીટનું સેવન કરવું જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow