પેટમાં દુખાવાથી રહો છો પરેશાન? તો આજથી જ ટ્રાય કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ મળી જશે આરામ

પેટમાં દુખાવાથી રહો છો પરેશાન? તો આજથી જ ટ્રાય કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ મળી જશે આરામ

પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક પેટના દુખાવાનો સામનો કરવો પડે છે. જો કે પેટમાં દુખાવાની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ ખાવાનું ખાધા પછી તરત જ ઘણા લોકો પેટમાં દુખાવાની સમસ્યાનો સામનો કરે છે.

જે લોકો જંક ફૂડ વધારે ખાય છે અથવા મસાલેદાર ખોરાક ખાય છે અથવા જમતી વખતે પાણી પીવે છે, તો આવી પરિસ્થિતિઓમાં ભોજન લીધા પછી પેટમાં દુખાવો શરૂ થાય છે.

લોકોને પેટમાં દુ:ખાવો થાય ત્યારે દવા લેવી પડે છે પરંતુ વારંવાર આ દવાઓ લેવાથી તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તમે આ પેટના દુખાવાની સમસ્યાને કેટલાક ઘરેલું ઉપચારથી દૂર કરી શકો છો.‌

ગરમ શેક લો
જો તમને ખોરાક ખાધા પછી પેટમાં દુખાવો થાય છે તો તમે ગરમ શેર કરી શકો છો. આ માટે તમે હીટિંગ પેડ લઈ શકો છો. થોડીવાર પેટ પર રાખો અથવા ગરમ પાણીની બોટલ પેટ પર લગાવો. આ શેક સ્નાયુઓને આરામ આપે છે અને પેટનો દુખાવો પણ મટાડે છે.

વોક કરવાથી પેટનો દુખાવો થાય છે ઓછો?
જો તમે જમ્યા પછી બેસો કે સૂઈ જાઓ તો આવી સ્થિતિમાં પેટમાં ગેસ બની શકે છે. કબજિયાત અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે ભોજન કર્યા બાદ થોડુ ચાલો. તેનાથી તમારું પાચન સારું થશે અને તમને પેટના દુખાવામાં રાહત મળશે.

અજમાનો ઉપયોગ કરો
તમે ખોરાક ખાધા પછી અજમાનું સેવન કરી શકો છો અને તમારે આ કામ દરરોજ કરવું જોઈએ. તમે અજમાને ચાવી પણ શકો છો. જો ગેસ અને એસિડિટીની સમસ્યા ચાલુ રહે છે, તો તમે અજમાનું પાણી પણ પી શકો છો અથવા અજમાનો ઉકાળો બનાવી શકો છો. તેનો પાવડર પણ વાપરી શકાય છે. અજમાથી પાચન શક્તિ વધે છે અને તેના કારણે પાચનક્રિયા પણ સુધરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow