શું તમને પણ છે CNG કારમાં આગ લાગવાનો ડર! તો ચિંતા ના કરો બસ ધ્યાનમાં રાખો આ બાબત

શું તમને પણ છે CNG કારમાં આગ લાગવાનો ડર! તો ચિંતા ના કરો બસ ધ્યાનમાં રાખો આ બાબત

આ સમયે દેશમાં લોકો CNG કારને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ આ કારોની ખૂબ કેર કરવાની જરૂર છે. કારણ કે આમાં થોડી બેદરકારી પણ ઘાતક સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી સીએનજી કારમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો તમે પણ CNG કાર ચલાવો છો તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે CNG કારને લઈને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ.

લોકલ CNG કીટનો ઉપયોગ ન કરો
ઘણા લોકો તેમની જૂની કારમાં પણ આફ્ટર માર્કેટ CNG કિટ લગાવે છે. પરંતુ થોડા પૈસા બચાવવા માટે ઘણા લોકો બજારમાંથી લોકલ ક્વોલિટીની સીએનજી કિટ લગાવી લે છે જે કોઈપણ સમયે દગો આપી શકે છે. કારમાં હંમેશા સીએનજી કીટ માત્ર કાર કંપનીના અધિકૃત ડીલર અને મિકેનિક પાસેથી જ લગાવડાવો.

ગેસ લીકેજ વખતે ખાસ રાખો ધ્યાન
CNG કારમાં આગ લાગવાનું મુખ્ય કારણ ગેસ લીકેજ છે. આના ઘણા કારણો છે. જેમાં કિટનું યોગ્ય રીતે ફિટિંગ ન થવું, ફ્યુઅલ ટાંકીનું ઓવર-ફિલિંગ અથવા પાર્ટમાં ખામી હોવી હોઈ શકે છે. તેથી જો કારમાં ગેસ લીકેજ થાય છે તો તેને તાત્કાલિક સરખુ રાવી લો.

કારની કરો કેર
CNG કારની ખૂબ કાળજી લેવી પડે છે. તેમનું નિયમિત ચેકિંગ થવી જોઈએ. કારણ કે યોગ્ય રીતે કેર ન કરવાથી સીએનજી ગેસ લીક ​​થવાની સંભાવના ઘણી વધી જાય છે. આ માટે સીએનજી કારની રેગ્યુલર સર્વિસિંગ કરાવવી જોઈએ.

ગેસ સ્ટેશન પર ચાલુ ન રાખો કાર
કારમાં CNG ભરતી વખતે વાહનનું એન્જીન હંમેશા બંધ રાખવું જોઈએ. ફ્યુઅલ રિફિલિંગ દરમિયાન એન્જિન ચલાવવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.

ઓવરફિલ ન કરો
સીએનજી ટાંકી ક્યારેય ફૂલ ન કરવી જોઈએ. તે મહત્તમ બે તૃતીયાંશ કરતાં વધુ ક્યારેય ભરવું જોઈએ નહીં. જ્યારે પણ CNG સિલિન્ડર ભરવામાં આવે છે ત્યારે ધ્યાનમાં રાખો કે સિલિન્ડરમાં પ્રેશર 200 બારથી વધુ ન હોવું જોઈએ.

આફ્ટરમાર્કેટ એક્સેસરીઝનો ન કરો ઉપયોગ
ઘણા લોકો પોતાની કારમાં અનેક પ્રકારની ઈલેક્ટ્રોનિક એસેસરીઝ પણ લગાવે છે, જેના માટે વાહનના વાયરિંગ સાથે છેડછાડ કરવી પડે છે. આ એક્સેસરીઝ સમગ્ર વાહનના વાયરિંગમાંના વોલ્ટેજ સાથે યોગ્ય રીતે ટ્યુન ન થઈ શકે. જેના કારણે વાહનમાં આગ લાગવાની સમસ્યા સર્જાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow