અપ્રવાસીઓનો વિરોધ

અપ્રવાસીઓનો વિરોધ

અપ્રવાસીઓને પોતાના દેશોમાં નો-એન્ટ્રીનો મુદ્દો યુરોપિયન યુનિયન(ઈયુ)ના 27માંથી 13 દેશોમાં રાષ્ટ્રવાદી પક્ષોના દબદબા તરીકે સામે આવ્યો છે. મુસ્લિમ દેશોથી આવનારા અપ્રવાસીઓના વિરોધનો મુદ્દો મુખ્યરૂપે સામે આવ્યો છે.

આંકડા અનુસાર ગત 5 વર્ષમાં ઈયુના દેશોના રાષ્ટ્રવાદી પક્ષોના વોટશેરમાં 55% સુધીનો વધારો નોંધાયો છે. હંગેરી, સ્વિડન અને ઈટાલીમાં રાષ્ટ્રવાદી પક્ષોની સરકાર છે. આ દેશોના રાષ્ટ્રવાદી પક્ષો દ્વિતીય વિશ્વયુદ્ધના દોરમાં પોત-પોતાના દેશોના રાષ્ટ્રવાદી નાયકોથી પ્રેરણા લઈ રહ્યા છે.

અહીંના લોકો તેમની રાષ્ટ્રીય ઓળખ પ્રત્યે સજાગ બની રહ્યા છે. ઈયુના એક રિપોર્ટ મુજબ રાષ્ટ્રવાદી પક્ષો જે રીતે પોતાનો વોટશેર વધારી રહ્યા છે તેનાથી લાગે છે કે પશ્ચિમ યુરોપના અપેક્ષાકૃત વિકસિત દેશોમાં પણ આ પક્ષોને લીડ મળવાના અણસાર છે. અહીં પણ રાષ્ટ્રવાદી સરકારોની રચના થઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow