રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડીમર્જરને મંજૂરી

રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડીમર્જરને મંજૂરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકો અને ક્રેડિટર્સે કંપનીની ફાઇનાન્સિયલ સર્વિસની શાખા રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સ લિમિટેડ (RSIL)ના ડીમર્જરની યોજનાને મંજૂરી આપી છે. 2 મેના રોજ યોજાયેલી રિલાયન્સના શેરધારકોની બેઠકમાં ડીમર્જરના પક્ષમાં 99.99 ટકા મત મળ્યા હતા. ડીમર્જર માટે 100 ટકા ધિરાણદારો અને 99.99 ટકા ક્રેડિટર્સ તેના પક્ષમાં હતા. રિલાયન્સમાં રહેલા દરેક શેર પર ડીમર્જ થયેલી કંપનીનો શેરદીઠ રૂ.10ની વેલ્યૂ ધરાવતો એક શેર ઇસ્યૂ કરવામાં આવશે. ડીમર્જર બાદ RSIL જીયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ તરીકે ઓળખાશે.

જેફરીઝ રિસર્ચ અનુસાર JFSના શેર્સના લિસ્ટિંગ માટે દરેક જરૂરી મંજૂરી સપ્ટેમ્બર સુધી લેવામાં આવશે. જેએફએસ તરત જ ધિરાણ માટેની કામગીરી શરૂ કરશે અને એસેટ મેનેજમેન્ટ, લાઇફ એન્ડ જનરલ ઇન્સ્યોરન્સ માટે નિયમનકારી પરવાનગી માટે પણ આગળ વધશે. નિયમનકારી મંજૂરી લેવામાં 12-18 મહિનાનો સમય લાગે તેવી અપેક્ષા છે. અત્યારે, RSILએ રિલાયન્સની સંપૂર્ણ માલિકીની પેટકંપની છે અને RBI હેઠળ નોંધાયેલી NBFC છે. રિલાયન્સે જેએફએસના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ICICI બેન્કના CEO અને પૂર્વ એમડી કે.વી કામથની પસંદગી કરી છે.

ગત વર્ષે ઓક્ટોબરમાં ડીમર્જરની જાહેરાત કરતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ ખરા અર્થમાં પરિવર્તનશીલ, ગ્રાહક કેન્દ્રિત અને ડિજિટલ ફર્સ્ટ ફાઇનાન્સિયલ સર્વિસીઝ એન્ટરપ્રાઇઝ હશે જે દરેક ભારતીયને સરળ, કિફાયતી, નવીન ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ ઓફર કરશે. રિલાયન્સના ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસે નાણાકીય વર્ષ 2022 દરમિયાન રૂ.1,535 કરોડની આવક નોંધાવી હતી અને રૂ.27,964 કરોડની સંયુક્ત એસેટ બેઝ પણ હતી.

Read more

રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું

રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ કોર્પોરે

By Gujaratnow
જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકનાં મોત

જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકનાં મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં ના

By Gujaratnow
સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow