57 હજારની નજીક પહોંચ્યું, 2023માં 64,000 સુધી પહોંચી શકે છે; ચાંદી 69 હજારને પાર

57 હજારની નજીક પહોંચ્યું, 2023માં 64,000 સુધી પહોંચી શકે છે; ચાંદી 69 હજારને પાર

હાલ સોનાની ચમક સતત વધી રહી છે, આથી જ સોનું રોજ નવો ઓલ ટાઇમ હાઇ બનાવી રહ્યું છે. આજે સોમવારે સોનાએ નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ અનુસાર, 16 જાન્યુઆરીએ બુલિયન માર્કેટમાં સોનું 352 રૂપિયા મોંઘું થઈને 56 હજાર 814 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. આ પહેલાં 13 જાન્યુઆરીએ સોનાએ નવી હાઇ 56,462 બનાવી હતી.  

ચાંદીમાં શાનદાર તેજી
ચાંદીની વાત કરીએ તો એની કિંમતમાં પણ શાનદાર તેજી જોવા મળી રહી છે. બુલિયન માર્કેટમાં 1,121 રૂપિયા ભાવ વધીને 69,236 પર પહોંચ્યો છે. 13 જાન્યુઆરીએ એનો ભાવ 68,115 હતો.  

2022માં સોના-ચાંદીમાં જોરદાર તેજી
ગયા વર્ષે સોના-ચાંદીની કિંમતમાં શાનદાર તેજી જોવા મળી હતી. એ વર્ષે 48,289 રૂપિયાથી વધીને 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી છે, એટલે કે 2022માં સોનાના ભાવમાં 6,5888 રૂપિયાની તેજી જોવા મળી છે. બીજી તરફ 2022માં ચાંદી 62,035 રૂપિયાથી વધીને 68,092 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી છે. એ વર્ષે કિંમતમાં 6,057 રૂપિયાની તેજી આવી છે.  

2023માં 64,000 સુધી પહોંચી શકે છે કિંમત
આર્થિક અનિશ્ચિતતા વચ્ચે RBI જેવી દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ સોનાનો ભંડાર વધાર્યો છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા અનુસાર, કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી વધારી, એ સકારાત્મક સંકેત છે. એને કારણે સોનાની કિંમતને સપોર્ટ મળશે. અજય કેડિયાએ કહ્યું હતું કે 2023માં સોનું 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.  

1947માં 88.62 રૂપિયા હતું સોનું
છેલ્લાં 75 વર્ષમાં સોનું અને ચાંદી તેજીને કારણે મોંઘાં થયાં છે. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોનું 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હાલ 56 હજારને પાર પહોંચ્યું છે, એટલે ત્યારથી લઈને અત્યારસુધીમાં 631 ગણું(63198%) મોંઘું થયું છે. ચાંદીની વાત કરીએ તો આઝાદીથી લઈને અત્યારસુધી 644 ગણી મોંઘી થઈ છે. 1947માં ચાંદીનો ભાવ લગભગ 107 રૂપિયા કિલો હતો, હવે એ 69,074 પહોંચ્યો છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow