આ ત્રણ વસ્તુઓ સાથે એલોવેરા મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી થશે દૂર

આ ત્રણ વસ્તુઓ સાથે એલોવેરા મિશ્ર કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલી થશે દૂર

દરેક વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવાની ઈચ્છા રાખે છે, પરંતુ આજના સમયમાં ડાઘ ધબ્બા, ખીલ અને કરચલીઓના કારણે ફેસ બ્યુટી પર ખૂબ જ ખરાબ અસર પડે છે.  

અનેક લોકો આ સમસ્યાથી રાહત મેળવવા માટે કેમિકલ બેઝ્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ તેના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આ પરિસ્થિતિમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરામાંથી જે જેલ નીકળે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.  

જેના કારણે ચહેરો સુંદર અને યુવાન બને છે. એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

ત્વચા માટે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો?

એલોવેરા અને ગુલાબજળ

એલોવેરા અને ગુલાબ જળને મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવાથી ચહેરો યુવાન અને સુંદર બને છે. ઉપરાંત રેશેઝ અને ખંજવાળ પણ દૂર થાય છે. એલોવેરા ત્વચાની એલર્જી દૂર કરવા માટે પણ ઉપયોગી છે. એલોવેરાની મદદથી ત્વચાની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

એલોવેરા અને દહીં

એલોવેરા અને દહીંને ત્વચા માટે લાભકારક માનવામાં આવે છે. આ મિશ્રણનો માસ્ક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ચહેરો વધુ ચમકીલો બને છે. દહીમાં રહેલ પ્રોબાયોટિક્સને કારણે ચહેરાની રંગતમાં સુધારો આવે છે. ઉપરાંત એન્ટિબેક્ટેરિયલ ગુણના કારણે ડાઘ ધબ્બા પણ દૂર થાય છે.

એલોવેરા અને મધ

એલોવેરા અને મધનું મિશ્રણ ચહેરા માટે ખૂબ જ લાભકારી છે. તેનાથી સ્કીન વધુ સોફ્ટ બને છે. આ પેસ્ટ નિયમિતરૂપે લગાવવાથી ચહેરા પરના ડાઘ ધબ્બા, કરચલી અને શુષ્કતા દૂર થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow