અફઘાનિસ્તાન- 13 વર્ષના બાળક પાસે અપાવી મૃત્યુદંડની સજા
અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રદેશમાં મંગળવારે એક સ્ટેડિયમમાં 80 હજાર લોકોની સામે એક ગુનેગારને ગોળી મારી દેવામાં આવી. અમૂ ન્યૂઝ મુજબ, ગોળી મારવાનું કામ એક 13 વર્ષના છોકરાએ કર્યું.
જે માણસને 13 વર્ષના છોકરાએ માર્યો, તેના પર આરોપ હતો કે તેણે છોકરાના પરિવારના 13 લોકોની હત્યા કરી હતી. તેમાં ઘણા બાળકો અને મહિલાઓ પણ હતી.
ફાંસી પહેલાં તાલિબાન અધિકારીઓએ તે 13 વર્ષના બાળકને પૂછ્યું કે શું તે આરોપીને માફ કરવા માંગે છે. આ બાબતે બાળકે ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ અધિકારીએ બાળકને બંદૂક આપીને સામે ઉભેલા વ્યક્તિને ગોળી મારવા કહ્યું હતું.