ઊંઘમાં ચિંતા સામાન્ય, તેનાથી આવનારા જોખમની જાણ થઇ શકે છે, માત્ર ઊંઘ પ્રભાવિત ન થાય તે જરૂરી

ઊંઘમાં ચિંતા સામાન્ય, તેનાથી આવનારા જોખમની જાણ થઇ શકે છે, માત્ર ઊંઘ પ્રભાવિત ન થાય તે જરૂરી

શું તમને રાત્રે ઊંઘતા પહેલાં કાલના કામની ચિંતા સતાવે છે? કે કોઇ જૂની વાત રહી રહીને યાદ આવે છે? જો હા, તો આ સામાન્ય વાત છે. અનેકવાર આ પ્રકારની ચિંતાથી આપણને આગામી ખતરાઓના સંકેત મળે છે. વાસ્તવમાં, આવું આપણા પૂર્વજોની વિચારવાની રીતને કારણે થાય છે. આપણા પૂર્વજો આસપાસ આવનારા જોખમો અંગે થોડા વધુ સતર્ક રહેતા હતા. પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે તેનાથી ઊંઘમાં ખલેલ ન પહોંચે.

સ્ટેનફોર્ડ મેડિસિનમાં સ્લીપ મેડિસિનમાં મનોચિકિત્સક પ્રોફેસર રાફેલ પેલાયોનું કહેવું છે કે રાત્રે થતી ચિંતા એક વિકસિત થનારી પ્રક્રિયા છે. એટલે તે સતત રહે તો વધવા લાગે છે. ત્યારબાદ તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે. જર્મનીમાં કોલોન યુનિવર્સિટીમાં ન્યૂરો સાયન્ટિસ્ટ ડૉ. સારા ચેલપ્પા અનુસાર આપણે સૌ જાગતી વખતે તો વ્યસ્ત રહીએ જ છીએ અને આપણું અનેક તરફ ધ્યાન હોય છે એટલે જ આપણી પાસે આપણી ચિંતાઓને લઇને વિચારવાનો સમય ઓછો હોય છે.

પરંતુ રાત્રે જ્યારે પથારીમાં ઊંઘીએ છીએ ત્યારે આપણી સમસ્યાઓ અંગે વિચારવા લાગીએ છીએ. એક અન્ય સરવે અનુસાર અમેરિકામાં 32% લોકોએ તણાવને કારણે ઊંઘવાની આદતમાં ફેરફાર કર્યો છે. તેમાં ચિંતા કે ગભરાટને કારણે અનિદ્રાની સમસ્યા પણ સામેલ છે. ચિંતા જેવી સ્થિતિમાં ઊંઘ સાથે સમાધાન ન કરવું જોઇએ.

સમયસર ઊંઘ માણો, ચિંતા હોય તો કાગળ પર લખો
ચિંતા દરમિયાન સુવામાં મુશ્કેલી થાય છે તેવામાં સારી ઊંઘ માટે સમયસર આદત કેળવો. ચિંતા હોય તેને એક કાગળ પર લખવાનું શરૂ કરો. એવું કરવાથી તેનાથી જોડાયેલા વિચારોને રોકી શકાય છે. સૂતા પહેલાં મોબાઇલ સ્ક્રીન જોવાનું ટાળવું જોઇએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow