Anushka Sharma અને વિરાટ કોહલીએ ગુજરાતીનો ફ્લેટ ભાડે લીધો, લાખોમાં છે મહિનાનું ભાડું

Anushka Sharma અને વિરાટ કોહલીએ ગુજરાતીનો ફ્લેટ ભાડે લીધો, લાખોમાં છે મહિનાનું ભાડું

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઈના જુહુ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. તેમના ફ્લેટનું ભાડું 2.76 લાખ રૂપિયા પ્રતિ માસ હોવાનું કહેવાય છે. જુહુના બીચ એરિયા પાસે સ્થિત વિરાટ અને અનુષ્કાનું આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ હાઈ ટાઈડ બિલ્ડિંગના ચોથા માળે છે.

મીડિયા રિપો્ર્ટ અનુસાર વિરાટ કોહલીએ આ એપાર્ટમેન્ટ માટે 7.50 લાખ રુપિયા જ ડિપોઝીટ આપી છે. 1650 સ્ક્વાયર ફીટના આ ફ્લેટ માટે 17 ઓક્ટોબરના રોજ ડીલ ડન થઈ ગઈ હતી. આ ફ્લેટથી મુંબઈના સમુદ્રનો ખાસ નજારો જોવા મળે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે ફ્લેટ ભાડા પર લીધો છે, તે 55 વર્ષ પહેલા પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. સમરજીત સિંહ ગાયકવાડ ગુજરાતના વડોદરાના રોયલ પરિવારના વંશજ છે. આ ફ્લેટની સાથે વિરાટ-અનુષ્કાને 2 અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ પણ મળ્યું છે. આ ફ્લેટને ભાડા પર લેવા માટે વિરાટ અને અનુષ્કા તરફથી કોઈ અધિકારિક નિવેદન સામે આવ્યું નથી.

આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મહારાષ્ટ્રના અલીબાગના જિરાદ ગામમાં 8 એકર જમીન ખરીદ્યી હતી. આ જમીન રાયગડ જિલ્લામાં છે. આ જમીન માટે મશહુર કપલે 19.24 કરોડ રુપિયા આપ્યા હતા. રિપોર્ટસ મુજબ જમીન રજીસ્ટ્રેટ 1 સપ્ટેમ્બર 2022 થઈ હતી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પાસે મુંબઈ અને ગુડગાંવમાં આલીશાન ઘર છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow