રાજકોટમાં વધુ એક શાળામાં શરમજનક કિસ્સો

રાજકોટમાં વધુ એક શાળામાં શરમજનક કિસ્સો

શહેરમાં સમયાંતરે કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવવા, અડપલાં કરવા, માર મારવા સહિતના મુદ્દે વિવાદ થતા રહે છે ત્યારે બુધવારે શહેરના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસમાં ગણિતના શિક્ષકે ‘આઈ લવ યુ’ બોલવાનું કહેતા વિવાદ થયો હતો.

વિદ્યાર્થિનીએ તેમના વાલીને આ અંગે વાત કરતા વાલીએ ગણિત વિષયના શિક્ષક બાલમુકુન્દ સર સામે કડક પગલાં લેવાની માગણી સાથે સ્કૂલમાં હંગામો મચાવ્યો હતો. વાલીએ કહ્યું હતું કે, સ્કૂલમાં શિક્ષક એ વિદ્યાર્થીના ગુરુ કહેવાય અને ગુરુ થઇને તેઓ આવું કરે તે ખૂબ જ ખરાબ બાબત કહેવાય.

તાજેતરમાં જ મોરબી રોડ પર આવેલી એક ખાનગી શાળામાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે ક્લાસરૂમમાં અડપલાં કર્યા હતા.આ મામલે પોલીસે વિદ્યાર્થિનીના વાલીની ફરિયાદ પરથી શિક્ષક સામે ગુનો નોંધ્યો હતો. અને તેની ધરપકડ કરી હતી. ત્યારે બુધવારે વધુ એક ખાનગી શાળામાં શરમજનક કિસ્સો સામે આવ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow