તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને વધુ એક ઝટકો: 14 વર્ષથી કામ કરતાં ડાયરેક્ટરે છોડ્યો શૉ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને વધુ એક ઝટકો: 14 વર્ષથી કામ કરતાં ડાયરેક્ટરે છોડ્યો શૉ

ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવે છે. આ શોમાં દરેક કેરેક્ટરની પોપ્યુલારિટી અલગ છે. પરંતુ શોમાંથી ઘણા સ્ટાર્સે અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે. એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચમકતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હવે ફિક્કું પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે  એટલા માટે એક પછી એક સ્ટાર્સ આ શોને અલવિદા કહી રહ્યા છે. દિશા વાકાણી અને શૈલેષ લોઢા જેવા મોટા કલાકારો બાદ હવે તારક મહેતા શોના ડિરેક્ટર માલવ રાજડાએ પણ શો છોડી દીધો છે.  

14 વર્ષ પછી શો છોડ્યો
જણાવી દઈએ કે માલવ રાજડા છેલ્લા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું નિર્દેશન કરી રહ્યા છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે વર્ષોની લાંબી સફર બાદ તેણે આ શો છોડી દીધો છે. તેમનો આ નિર્ણય ચોક્કસપણે દરેક લોકોને હેરાન કરનાર છે.

મળતી જાણકારી અનુસાર માલવ રાજડાએ તારક મહેતા શોનું છેલ્લું શૂટિંગ 15 ડિસેમ્બરે કર્યું હતું, શોના ડાયરેક્ટર માલવ રાજડા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે ઘણો અણબનાવ હતો અને એ કારણે એમને શો છોડવાનો નિર્ણય કર્યો.  

પણ  માલવ રાજડાએ આ તમામ અટકળો પર ફૂલસ્ટોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે સારું કામ કરો છો તો ટીમમાં ક્રિએટિવ મતભેદો સામાન્ય છે પણ તે શોને સારું બનાવવા માટે થાય છે. પ્રોડક્શન હાઉસ સાથે મારો કોઈ અણબનાવ નથી, હું શો અને અસિત ભાઈનો આભારી છું.

તો શા માટે છોડ્યો શો ?
માલવ રાજડાએ કહ્યું હતું કે, '14 વર્ષ સુધી શો કર્યા પછી મને લાગ્યું કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યો ગયો છું અને મને લાગે છે કે તમારી જાતને સર્જનાત્મક રીતે વિકસાવવા માટે આગળ વધવું જરૂરી છે અને આ 14 વર્ષ મારા જીવનના સૌથી સુંદર વર્ષો રહ્યા છે. આ શોથી મને માત્ર પ્રસિદ્ધિ અને પૈસા જ નથી મળ્યા, પરંતુ મારી લાઈફ પાર્ટનર પ્રિયા પણ મને અંહિયા જ મળી છે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા શોને એક પછી એક મોટો ઝટકો મળી રહ્યો છે અને અત્યાર સુધી ઘણા સ્ટાર્સે શો છોડી દીધો છે. માલવ રાજડા, રાજ અનડકટ, શૈલેષ લોઢા અને દિશા વાકાણી પણ શોને અલવિદા કહી ચૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શોના ડિરેક્ટરની ગેરહાજરી કેટલો ફરક પાડે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow