એર ઈન્ડીયાની ફ્લાઈટમાં ફરી કાંડ, નશેડીએ મહિલાના ધાબળા પર કર્યો પેશાબ, બીજું શું બન્યું

એર ઈન્ડીયાની ફ્લાઈટમાં ફરી કાંડ, નશેડીએ મહિલાના ધાબળા પર કર્યો પેશાબ, બીજું શું બન્યું

દેશમાં હવે ફ્લાઈટમાં પ્રવાસીઓના અભદ્ર વર્તનની ઘટનાઓ ખુલતી જાય છે. છેલ્લા અઠવાડિયમાં આવી ચારથી પાંચ ઘટનાઓ નોંધાઈ છે ત્યારે હવે 6 ડિસેમ્બરે પેરિસ-ન્યૂ દિલ્હીની ફ્લાઈટમાં બે શરમજનક ઘટનાઓ સામે આવી છે.

પહેલો પ્રવાસી ટોઈલેટમાં નશો કરીને સિગારેટ ફૂંકતો ઝડપાયો
પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટમાં મુસાફરોની ગેરવર્તણૂકની બે ઘટના 6 ડિસેમ્બર, 2022 ના રોજ બની હતી અને ડીજીસીએના ધ્યાન પર લાવવામાં આવી હતી. પ્રથમ ઘટનામાં, એક મુસાફર શૌચાલયમાં ધૂમ્રપાન કરતો પકડાયો હતો, તે નશામાં હતો અને ક્રૂનું સાંભળતો ન હતો. બીજી ઘટનામાં મહિલા મુસાફર શૌચાલયમાં ગઈ ત્યારે ખાલી સીટ અને તેના પર ધાબળા પર એક મુસાફર પેશાબ કરી ગયો હતો.

DGCAએ એર ઈન્ડીયાને નોટીસ પાઠવી
DGCAએ ગયા મહિને પેરિસ-નવી દિલ્હી ફ્લાઇટમાં મુસાફરોની ગેરવર્તણૂકની બે ઘટનાઓ અંગે એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. DGCAએ એર ઈન્ડીયાને કહ્યું કે જ્યારે અમે તમારી પાસેથી રિપોર્ટ માંગ્યો ત્યારે તમે આ માહિતી આપી હતી. તે પહેલા કેમ જાણ ન કરી.

એર ઈન્ડીયામાં બીજું શું બન્યું
એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 5 સપ્ટેમ્બરે નશામાં ધૂત એક પ્રવાસીએ 8 વર્ષની બાળકી સાથે ગંદુ કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. શખ્સે બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.  મુંબઈથી લંડન જવા માટે 5 સપ્ટમ્બરે એક મહિલા તેના બે બાળકો, એક છોકરો અને 8 વર્ષની છોકરીને લઈને એર ઈન્ડીયાની ફ્લાઈટમાં બેઠી હતી. ફ્લાઈટમાં એક નશેડી પણ સફર કરી રહ્યો હતો. લંડન આવતા આવતા આ શખ્સે બરાબરનો દારુ પીધો હતો અને ભાન ભૂલી ગયો હતો અને સામેની સીટમાં બેઠેલી 8 વર્ષની બાળકીને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો. તેનો ઈરાદો પારખી ગયેલી માતાએ હોબાળો મચાવ્યો હતો.  બાળકની માતાએ એરલાઈન્સને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, "મારા પુત્ર, જે 20 વર્ષનો છે અને પુત્રી 8 વર્ષની છે, તેને ટાટા એર ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વધુ પડતો દારૂ પીરસવામાં આવતા નશામાં ધૂત મુસાફર સાથે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ફ્લાઇટ સ્ટાફે સમયસર જવાબ આપવો જોઈતો હતો, પરંતુ તેઓએ તેને હટાવવાની તસ્દી લીધી ન હતી. બાળક અને ભાઈ સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow