મોંઘવારીનો વધુ એક ડોઝ ! રેપોરેટમાં વધારો, હોમલોન સહિતની લોન થશે મોંઘી, જાણો વધુ વિગત

મોંઘવારીનો વધુ એક ડોઝ ! રેપોરેટમાં વધારો, હોમલોન સહિતની લોન થશે મોંઘી, જાણો વધુ વિગત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે સતત પાંચમીવાર રેપોરેટમાં વધારો કર્યો છે. RBIએ રેપોરેટમાં 0.35 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. RBI મુજબ હવે રેપોરેટ 5.90 ટકાથી વધી 6.25 ટકા થઈ જશે. આ નિર્ણય સાથે જ હવે હોમલોન (Home Loan ) સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. MPC બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે નીતિગત દર વધારવાનું એલાન કર્યું છે.

દેશના સામાન્ય નાગરિકોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંકની મોનિટરિંગ પોલીસીની બેઠકમાં ગવર્નર શક્તિકાંત દાસે રેપોરેટમાં પાંચમીવાર વધારાની જાહેરાત કરી છે. હવે હોમલોન, ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને લોકોને વધુ EMIની ચુકવણી કરવી પડશે.

આ વર્ષે 2.25 ટકાનો વધારો

વર્ષના અંતિમ મહિનામાં રેપોરેટમાં વધારા બાદ રેપોરેટ 6.25 ટકાએ પહોંચી ગયો છે. આ વર્ષે કેન્દ્રીય બેંકે વ્યાજદરોમાં કુલ 2.25 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, અમારું લક્ષ્ય દેશમાં મોંઘવારી દર 6 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય છે. ભારતીય રિઝર્વ બેંકે FY23 માટે CPI મુદ્રાસ્ફિતિનું પૂર્વાનુમાન 6.7 ટકા યથાવત છે. આ સાથે જ આવતા 12 મહિનામાં મુદ્રાસ્ફિતિ દર 4 ટકાથી વધુ રહેવાની શક્યતા છે.

નાણાકીય નીતિ દર બે મહિને મળે છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારબાદ RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો. પરંતુ આરબીઆઈએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટમાં 0.40% થી 4.40% સુધીનો વધારો કર્યો હતો.

રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી થયો છે. આ પછી, 6 થી 8 જૂનના રોજ યોજાયેલી બેઠકમાં, રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો. સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થઈ ગયા. હવે વ્યાજ દર 6.25% પર પહોંચી ગયો છે.

RBI ગવર્નરે શું કહ્યું ?

મોંઘવારી હજુ પણ ચિંતાનું કારણ
MPCના 6માંથી 5 સભ્યોએ દર વધારવાની તરફેણમાં મત આપ્યો
6માંથી 4 સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં
આગામી 12 મહિના માટે ફુગાવો 4% થી ઉપર રહેવાની સંભાવના
મોંઘવારી હજુ પણ લક્ષ્યથી ઉપર રહેવાની ધારણા
ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે
બેંક ક્રેડિટમાં 8 મહિનાથી ડબલ ડિજિટમાં

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow