અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કોચી પહોંચે છે. પરંતુ અહીં તેનો ભેટો નિર્લિપ્ત રાયે મોકલેલી SMCની ટીમ સાથે થઈ જાય છે. આ એ જ હાર્દિકસિંહ છે જેણે 24 જુલાઈ, 2025ની રાત્રે લગભગ 1 વાગ્યે ગોંડલના રીબડામાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના 'રીબડા પેટ્રોલિયમ' પર ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગ કરાવ્યા બાદ હાર્દિકસિંહે ઇન્સ્ટાગ્રામ પર ચાર વીડિયો સ્ટોરી મૂકી પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરી રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી આપી હતી.

આ હાર્દિક સિંહને સ્ટેટ મોનિટરિંગ સેલે 18 દિવસ બાદ એટલે 11 ઓગસ્ટે કેરળના કોચીથી ઝડપી લીધો હતો.હાર્દિકસિંહ વિરુદ્ધ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતોફરતો હતો, જેથી તેને રાંદેર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. આ પછી તેને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે.

IPS નિર્લિપ્ત રાયની સીધી દેખરેખ હેઠળ SMCએ ઓપરેશન હાથ ધર્યું હાર્દિકસિંહને પકડવા રાજકોટ ગ્રામ્ય પોલીસની ચાર ટીમ તેમજ નિર્લિપ્ત રાયની સીધી દેખરેખ હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આરોપીને ઝડપી પાડવા દોડતી થઈ હતી. આરોપી અગાઉ MP અને UP સહિતના વિસ્તારોમાં નાસતોફરતો હોવાની બાતમી મળી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow