શાપરમાં TV, રમતના મેદાન સાથેનું આંગણવાડી કેન્દ્ર શરૂ

શાપરમાં TV, રમતના મેદાન સાથેનું આંગણવાડી કેન્દ્ર શરૂ

કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે આંગણવાડી કેન્દ્ર નં.8 આજે સૌરાષ્ટ્રની પ્રથમ આધુનિક આંગણવાડી કેન્દ્ર બની છે. અહીં દાતાઓના સહયોગથી બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી અને દાતાઓ દ્વારા કરી બાળકો માટે ખુલ્લી મુકાઇ છે.

આંગણવાડી કેન્દ્રમાં બાળકોના સર્વાંગી વિકાસનો પાયો નખાતો હોય છે. ત્યારે શાપરમાં હાલના સમય મુજબની આધુનિક આંગણવાડી દાતાઓના સહયોગથી ખુલ્લી મૂકવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્ર નં.8 પહેલા ભાડાના મકાનમાં ચાલતી હતી, જેને ગ્રામપંચાયત દ્વારા પૂરતી જમીન ફાળવવામાં આવી છે. આ આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે હોલ બનાવવામાં આવ્યો છે જેમાં ટીવી અને મ્યુઝિક સિસ્ટમ, ઇન્ડોર રમત માટે એક રૂમ જ્યારે આઉટડોર રમત માટે મેદાન સાથે રમતોના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.  

ભોજન માટે અલાયદો રૂમ પણ છે જ્યારે આ આંગણવાડીમાં લીમડો, આંબળા, ચીકુ, નારિયેળી સહિતના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ખાનગી નર્સરી જેવા શાપરના આંગણવાડી કેન્દ્ર 8મા બાળકો માટે શિક્ષણની આધુનિક સેવા સાથે ફાયર સેફ્ટીની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે આ વિસ્તારમાં બાળકોના ભવિષ્યના ઘડતર માટે આ આધુનિક આંગણવાડી કેન્દ્ર મોડેલરૂપ બની રહ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow