અનંત અંબાણી-રાધિકાની સગાઈ: બૉલીવુડના દબંગ, ખેલાડી અને બાદશાહ બન્યા મોંઘેરા મહેમાન

અનંત અંબાણી-રાધિકાની સગાઈ: બૉલીવુડના દબંગ, ખેલાડી અને બાદશાહ બન્યા મોંઘેરા મહેમાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઈ ગઈ. અનંત અને રાધિકાની સગાઈ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં થઈ.  

અનંત અને રાધિકાની સગાઈ જુની પરંપરા ગોળ ધાણા અને ચુનડી વિધિથી થઈ. આ અવસર પર મુકેશ અંબાણીનો આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. સાથે જ આ ઉજવણી એટલી ભવ્ય હતી કે તેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પણ જોવા મળ્યા હતા.  

જ્યારે સલમાન ખાને ભત્રીજી અલીઝેહ સાથે નજર આવ્યા હતા તો જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. ચાલો જાણીએ કે કયા કયા બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ પ્રસંગમાં હાજરી પુરાવી હતી..

ઐશ્વર્યા રાય બચ્ચને તેની દીકરી આરાધ્યા બચ્ચનનો હાથ પકડીને ભવ્ય એન્ટ્રી કરી હતી. જો કે આ પછી ઐશ્વર્યા કરતાં આરાધ્યાની વધુ ચર્ચા થઈ હતી. ઐશ્વર્યાએ ગોલ્ડન સિલ્ક વર્કવાળો બોટલ ગ્રીન સૂટ પહેર્યો હતો. જ્યારે આરાધ્યા બચ્ચન ગ્રે અને બ્લેક સૂટમાં જોવા મળી હતી.

આ સાથે જ સારા અલી ખાને પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી... સારા અલી ખાને સફેદ શરારા, લાંબી ચોલી અને સુરોસ્કી વર્ક પોટલીમાં દેખાઈ હતી. આ સાથે જ સલમાન ખાન તેની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાને વાદળી રંગનો પરંપરાગત કુર્તા પાયજામા પહેર્યો હતો.

સામાન્ય રીતે અક્ષય કુમાર કોઈ પાર્ટીનો હિસ્સો નથી બનતા પણ અંબાણી પરિવારના આ પ્રસંગમાં એમને હાજરી આપી હતી. અક્ષય કુમારે જાંબલી કુર્તા અને બ્લેક પાયજામીમાં પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો.

આ સાથે જ જ્હાન્વી કપૂર એનએ ખુશી કપૂર પણ જોવા મળી હતી. જ્હાન્વી એ પેસ્ટલ ગ્રીન લહેંગા પહેર્યો હતો જ્યારે, ખુશી કપૂર સફેદ લહેંગા ચોલીમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે જ્હાન્વીએ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે એન્ટ્રી કરી હતી.

ગૌરી ખાન, શાહરૂખ ખાન અને પુત્ર આર્યન ખાન સાથે અંબાણી પરિવારની ઉજવણીનો ભાગ બન્યા હતા. સાથે જ કેટરીના કૈફે પણ ત્યાં હાજરી આપતા જોવા મળી હતી.

લાંબા સમય બાદ કરણ જોહરને પણ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણીએ બ્લેક ફીટ પાયજામી સાથે વેલ્વેટ લાંબો કોટ પહેર્યો હતો. આ સાથે કરણે હેવી ગોલ્ડન વર્કનો દુપટ્ટો પહેર્યો હતો.

અનન્યા પાંડેએ પણ અંબીના પરિવારની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ સાથે જ મીઝાન જાફરી પણ ત્યાં જોવા મળ્યા હતા. સાથે જ ક્રિકેટર સચિન તેંડુલકર તેની પત્ની સાથે આ ઉજવણીનો ભાગ બન્યો હતો.

આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવ પણ સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. આ સાથે જ સિંગર શ્રેયા ઘોષાલ પણ આ પ્રસંગમાં ભાગ લેતા દેખાઈ હતી.

નિર્દેશક અયાન મુખર્જી, નીતુ કપૂર અને વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે અંબાણી પરિવારની આ ઉજવણીનો ભાગ બન્યો હતો. સાથે જ અર્જુન કપૂર, અનન્યા પાંડે, દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ આ પ્રસંગ હાજરી આપતા જોવા મળ્યા હતા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow