રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

અકસ્માતના વધુ બે બનાવમાં શહેરની ભાગોળે રણુજા મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત નીપજ્યું હતું તેમજ આજી ડેમ ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ટક્કર થતાં એક ટ્રકના ચાલક કચ્છના પ્રાગપર ગામના પ્રૌઢનું મૃત્યુ થયું હતું.

કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસેની ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતા વલ્લભભાઇ નુભાઇ મારૂ (ઉ.વ.72) સોમવારે સવારે નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી ચાલીને રણુજા મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. વલ્લભભાઇ મંદિર નજીક પહોંચ્યા હતા ત્યારે એક કાર ધસી આવી હતી અને વલ્લભભાઇને ઉલાળ્યા હતા. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. લોકોએ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વલ્લભભાઇ બે બહેનના એકના એક ભાઇ હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow