હાઇ બીપી અને શુગરની બીમારીનો સંકેત, વરિયાળી અને મધ-લીંબુનું પાણી પણ ફાયદાકારક

હાઇ બીપી અને શુગરની બીમારીનો સંકેત, વરિયાળી અને મધ-લીંબુનું પાણી પણ ફાયદાકારક

આપણે ઘણીવાર સમયના અભાવે શરીરમાં સ્વાસ્થ્ય સંબંધિત ફેરફારને નજરઅંદાજ કરી લેતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે, જેના કારણે તમને અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે,  

જેમાં પાણી પીધા બાદ પણ તરસ લાગવી અચાનક તરસ લાગી જવી પણ કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે, આવો જાણીએ ડોક્ટર અનુભવ શુક્લ પાસેથી કારણ અને કેવી રીતે છુટકારો મેળવી શકાય.  

ડ્રાય માઉથ એસિડને તટસ્થ રાખે છે
Xerostomia એટલે કે મૌદ્ભૂ સુકાઈ જવું એ એક એવી સ્થિતિ છે જેમાં મોંને ભીનું રાખવા માટે લાળ ગ્રંથીઓ પૂરતી લાળ ઉત્પન્ન કરતી નથી. તો મોઢાના સ્વાસ્થ્યમાં લાળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત એસિડને ન્યૂટ્રલાઈઝ કરવામાં પણ મદદ કરે છે.  

ડ્રાય માઉથ અલ્ઝાઇમરનો પણ સંકેત
જો તમારું મોં ખૂબ જ ડ્રાય થઇ જતું હોય તો તે સ્ટ્રોક, ડાયાબિટીસ અથવા અલ્ઝાઈમરનો સંકેત હોઈ શકે છે. ક્યારેક ડ્રાય મોંનું આ લક્ષણ HIV અથવા Sjogren's સિન્ડ્રોમનો સંકેત પણ હોઈ શકે છે.

હાઈપરગ્લાયસીમિયાને કારણે પણ મોં ડ્રાય થઇ જાય છે
જે લોકોનું બ્લડ સુગર લેવલ વધી જાય છે તેમને પણ વારંવાર તરસ લાગે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા હોય તો સાવધાન થઈ જાવ. હાઈ બ્લડ સુગર લેવલને હાઈપરગ્લાયકેમિઆ પણ કહેવામાં આવે છે. નેશનલ હેલ્થ મિશન મુજબ, હાઈપરગ્લાયકેમિઆમાં શુષ્ક મોં અને તરસ વધવાની સાથે વારંવાર પેશાબની સમસ્યા છે.

લાઇફસ્ટાઇલને કારણે હાઈ બ્લડશુગરની સમસ્યા
તણાવને કારણે, કોઈ બીમારીને કારણે, વધુ પડતો ખોરાક લેવાથી, કસરત ન કરવાથી, ડિહાઈડ્રેશન અને ડાયાબિટીસ સંબંધિત દવાઓ ન લેવાને કારણે પણ હાઈ બ્લડ શુગરની સમસ્યા
થઇ શકે છે.

ચ્યુઇંગ ગમ ચાવો
ચ્યુઇંગ ગમથી ડ્રાય મોઢાની સમસ્યાથી થોડી રાહત મળે છે. જો તમે કોઈ રોગને કારણે પહેલેથી જ દવાઓ લઈ રહ્યા છો, તો તેના વિશે ડૉક્ટર સાથે વાત કરો. જો દવાઓ બદલવાની જરૂર હોય, તો ડૉક્ટર તમને આવી દવાઓ લખી શકે છે, જેનાથી લાળ બનાવે છે.

વરિયાળીનું પાણી પીવો
1 ગ્લાસ પાણી, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સાકર મિક્સ કરી આ પાણીને ઉકાળો. શરદી હોય ત્યારે આ પાણી પીવાથી સુકા મોંમાં ફાયદો મળે છે.વરિયાળીમાં ફ્લેવોનોઈડ હોય છે જે લાળ બનાવવામાં મદદ કરે છે.

લીંબુ અને મધનું પાણી પીઓ
1 ગ્લાસ પાણીમાં લીંબુના રસના થોડા ટીપાં અને થોડું મધ મિક્સ કરો. થોડી-થોડી વારે પીતા રહો. જેના કારણે મોંમાં લાળ ઉત્પન્ન થતી રહેશે અને ડ્રાય મોંની સમસ્યાથી છુટકારો મળશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow