કોરોનાને ડામી દેવા શાળા સંચાલક મંડળનો મહત્વનો નિર્ણય, આ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત

કોરોનાને ડામી દેવા શાળા સંચાલક મંડળનો મહત્વનો નિર્ણય, આ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત

એકબાજુ ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ કોરોનાનાં કેસોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે કોરોનાને વકરતો અટકાવવા તંત્ર દ્વારા એડવાઇઝરી આપવામાં આવી રહી છે

ઉપરાંત મોટા ભાગના શહેરોની હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. તેવામાં કોરોના સામે આગમચેતીના ભાગરૂપે રાજકોટની સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરવા નિર્ણય કરાયો છે.

રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય

રાજકોટથી કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજકોટમાં સ્વનિર્ભર શાળાઓમાં હવે માસ્ક ફરજિયાત કરાશે.

એટલું જ નહીં જે પણ બાળકોને તાવ કે શરદી જેવા કોરોનાના સંબંધિત લક્ષણો હોય તો શાળાએ ન મૂકવા વાલીઓને અપીલ કરી છે

ફરી માસ્કનો નિયમ લાગુ!

હવે વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હટાવી દેવામાં આવુએ હતા.

પરંતુ હવે ફરી કોરોનાની નવી લહેરના ભણકારા વાગી રહ્યાં હોવાથી આગમચેના ભાગરૂપે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow