રતનમહાલનાં જંગલોમાં 112 જાતનાં અંદાજિત 55 લાખ વૃક્ષો

રતનમહાલનાં જંગલોમાં 112 જાતનાં અંદાજિત 55 લાખ વૃક્ષો

21 માર્ચ એટલે વિશ્વ વનિકરણ દિવસ. ગુજરાતના દેવગઢ બારિયાના રતનમહાલ ખાતે પણ કુદરતી રીતે 55 સ્કે.કિલો મીટરમાં જંગલનો વિસ્તાર ફેલાયેલો છે. જે રતનમહાલ અભયારણ્ય તરીકે રક્ષિત જાહેર કરાયેલ છે.5500 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ જંગલ રાજાશાહી સમયે બારીયા સ્ટેટના રાજવીઓ અને ત્યારબાદ બ્રિટીશ શાસનકાળમાં શિકાર માટે ઉપયોગમાં લેવાતું હતું.

અભયારણ્યમાં રીંછ અને દીપડા સાથે અનેક પશુ પક્ષીઓ છે. જંગલમાં અંદાજે 55 લાખ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે. આ જંગલનો વિસ્તાર ગુજરાતના રતનમહાલ, છોટાઉદેપુરથી છેક મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો છે. વનરાજીમાં 112 જાતના વૃક્ષો આવેલા છે. જેમાં ખાસ વિવિધ જડીબુટીઓ, સાગ, વાંસ, મહુડો, ટીમરૂંના સૌથી વધુ વૃક્ષો આવેલા છે. રતનમહાલને સરકાર દ્વારા પર્યટન સ્થળ માટે પણ ખાસ વિકસાવવામાં આવ્યું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow