ગુજરાતમાં દર 100 બાળકોએ સરેરાશ 15 જેટલાં પ્રીમેચ્યોર બેબી જન્મે છે

ગુજરાતમાં દર 100 બાળકોએ સરેરાશ 15 જેટલાં પ્રીમેચ્યોર બેબી જન્મે છે

બાળકોને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ સર્જાય તો તેના માટે વધુ કાળજી અને સારવારની આવશ્યકતા ઊભી થાય છે. આવાં પ્રીમેચ્યોર બેબીના જન્મનું પ્રમાણ ૧૦થી ૧પ ટકા રહેતું હોવાનું જાણીતાં પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ ડો. અનીતા શ્રીનિવાસને જણાવ્યું હતું.

સ્વસ્થ બેબી કોને કહી શકાય?
સામાન્ય બેબી માતાના ગર્ભમાં નવ મહિના પૂરા કરીને ૩૭થી ૪૦ અઠવાડિયાંના ગાળામાં જન્મે છે. જો બાળક ૩૭ અઠવાડિયાં કરતાં વહેલું જન્મે તો તેને પ્રીટર્મ અથવા તો પ્રીમેચ્યોર બાળક કહેવામાં આવે છે. ઘણાં બાળકો વહેલાં જન્મી જાય છે, પરંતુ મેચ્યોર બેબી મોટા ભાગે સ્વસ્થ જોવા મળે છે, જે સામાન્ય રૂટિન કેર સાથે સર્વાઇવ થાય છે.

પ્રીમેચ્યોર બેબીને ઓક્સિજનની  વધુ જરૂર રહે છે
પ્રીમેચ્યોર બાળકની શ્વાસ લેવાની ક્ષમતા ઓછી હોય છે. તેમનાં ફેફસાંને પૂરતો ઓક્સિજન મળવામાં તકલીફ રહેવાનું પ્રમાણ વધુ રહે છે. બાળક સમય કરતાં ઘણું વધારે વહેલું પેદા થયું હોય તો વધારે સમય વેન્ટિલેટર પર રહેવાના કારણે તેનાં ફેફસાં થોડાં હાર્ડ બને છે, માટે   વેન્ટિલેટર પરથી નોર્મલ કન્ડિશનમાં લેવાયા બાદ તેને ઓક્સિજનની વધુ જરૂર પડે છે, સાથે જ તેને છાતીમાં પણ ઈન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી પડી શકે છે. મોટા ભાગે પ્રીમેચ્યોર બાળકો જ્યાં સુધી જાતે ઓક્સિજન ન લઈ શકે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં નથી.

PDA નામની હૃદયને લગતી સમસ્યા
સમય કરતાં વહેલા જન્મેલા બેબીને પેટેન્ટ ડક્ટ્સ આર્ટેરિયોસીસ (PDA) નામની હૃદયને લગતી સમસ્યા થાય છે. ગર્ભાશયમાં બાળકોની એક એવી રક્તવાહિની હોય છે, જે ઓક્સિજનથી ભરપૂર લોહી ફેફસાંની આસપાસ પહોંચાડે છે. બાળક જન્મે ત્યાર પછી આ નળી તરત જ બંધ થઈ જાય છે, કારણ કે જન્મ બાદ ફેફસાં પોતાનું કામ કરવા માંડે છે અને લોહીમાં ઓક્સિજન પહોંચાડે છે. PDAમાં રક્તવાહિકા ખુલ્લી રહી જાય તો તે હૃદય અને ફેફસાં વચ્ચે લોહીના પરિભ્રમણને અસર પહોંચાડે છે. જો વધારે ખુલ્લી રહી જાય તો બાળક જલદી થાકી જાય છે, દૂધ પીવાની તેમજ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow