ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ધારાસભ્યો સાથે અમિત શાહની મોટી બેઠક, તાબડતોબ આપ્યા આ આદેશ, CM પણ હતા હાજર

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ધારાસભ્યો સાથે અમિત શાહની મોટી બેઠક, તાબડતોબ આપ્યા આ આદેશ, CM પણ હતા હાજર

કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. અમિત શાહે બેઠકમાં ધારાસભ્યોને સૂચન કર્યું હતું અને ગાંધીનગરમાં પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટ્સ પર કામગીરી શરૂ કરવા સૂચન પણ કર્યું હતું. તેમજ અમિત શાહે લોકસભાની ચૂંટણીને લઈ તમામ ધારાસભ્યોને કામ પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

વિકાસના કામો અંગે ધારાસભ્યો સાથે ચર્ચા કરાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા અંતર્ગતના ધારાસભ્યોની અમિત શાહ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ધારાસભ્યો સાથે પ્રથમ બેઠક યોજી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધારાસભ્યોને સૂચનો કર્યા હતા. જેમાં ગૃહમંત્રીએ ગાંધીનગરના પેન્ડિંગ પ્રોજેક્ટો પ્રાથમિકતા આવરા સૂચન કરાયા હતા. ત્યારે બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય, સાબરમતી, નારણપુરાના ધારાસભ્ય સાણંદ, વેજલપુર, કલોલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. વિકાસના કામો અને લોકોના પ્રશ્નોની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અમિત શાહના હસ્તે ગતરોજ માનવ ઉત્સવનો પ્રારંભ
આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. અમિત શાહના હસ્તે ગતરોજ માનવ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. 1 મહિના સુધી નગરમાં માનવ ઉત્સવ ચાલશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow