'દિલ્હીની દીકરી' પર હેવાનિયતથી એક્શનમાં આવ્યાં અમિત શાહ, તાબડતોબ કર્યું આવું કામ

'દિલ્હીની દીકરી' પર હેવાનિયતથી એક્શનમાં આવ્યાં અમિત શાહ, તાબડતોબ કર્યું આવું કામ

દિલ્હીના કંઝાવલા વિસ્તારમાં છોકરીને કારથી ઘસડીને મારી નાખવાના કેસમાં દેશભરમાં ચર્ચા છે. પોલીસ આ કેસમા સારી રીતે કામગીરી કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને 3 દિવસની કસ્ટડી મેળવી લીધી છે અને ઘણી ટીમ બનાવીને અલગ અલગ એન્ગલથી તપાસ શરુ કરી દીધી છે. આ દરમિયાન હવે દિલ્હીમાં બનેલી આ ઘટનાની નોંધ ખુદ ગૃહમંત્રી અમિત શાહે લીધી છે. અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર પાસેથી આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે અને તેને આધારે પોલીસને વધારાનો આદેશ આપશે. સ્કૂટી સવાર છોકરીની જે રીતે હત્યા થઈ છે તે જોઈને આખો દેશ શોકમાં છે ત્યારે અમિત શાહે પણ આ મામલે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસની તપાસ દિલ્હી પોલીસના સિનિયર ઓફિસર શાલીની સિંહને સોંપાઈ છે અને તેઓ વહેલામાં વહેલી તકે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપી દેશે.

વિસ્તૃત રિપોર્ટ તાત્કાલિક સોંપો- દિલ્હી પોલીસને શાહનો નિર્દેશ
હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ આ કેસનો વિસ્તૃત રિપોર્ટ તાત્કાલિક તેમને સોંપી દે. રિપોર્ટને આધારે અમિત શાહ આગળનો નિર્ણય કરશે.

શું હતી ઘટના
રવિવારે વહેલી સવારે દિલ્હીના કંઝાવલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. શરીરના ઘણા ભાગો વિકૃત થઈ ગયા હતા. પોલીસનો દાવો છે કે કારમાં સવાર પાંચ યુવકોએ એક યુવતીને ટક્કર મારી હતી, ત્યારબાદ તેને રસ્તા પર 10થી 12 કિમી સુધી ખેંચીને લઈ ગયા હતા, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. લાશ મળ્યા બાદ દિલ્હી પોલીસે તપાસ કરતાં ઘટનાસ્થળેથી થોડે દૂર એક સ્કૂટી પડી હોવાનું જાણવા મળ્યું હતું, જે અકસ્માતમાં હતું. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ભાળ મળી હતી.

દિલ્હીના સીએમ અને એલજીએ શું કહ્યું?
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવીને આરોપીઓ માટે ફાંસીની સજાની માગ કરી તો ઉપરાજ્યપાલ સક્સેનાએ પણ કહ્યું કે આ ઘટના બાદ મારુ માથું શરમથી ઝૂકી ગયું છે.

શું છે કેસ અને અત્યાર સુધી શું બન્યું
નવા વર્ષની રાતે દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટી સવાર છોકરીને 5 છોકરાઓએ કારની ટક્કર મારી હતી જે પછી તે કારની પાછળના ભાગે ફસાઈ ગઈ હતી અને આ દરમિયાન આરોપીઓએ કારને મારી મૂકી હતી અને છોકરી ઘસડતી રહી હતી લગભગ 12 કિલોમીટર સુધી છોકરી સાથે આવી હેવાનિયત ચાલી હતી અને આ દરમિયાન તેનું મોત થઈ ગયું હતું અને વળાંક પર તેની લાશ કારથી અલગ થઈને પડી ગઈ હતી અને નગ્નાવસ્થામાં તેની લાશ પોલીસને મળી હતી.

પીડિતાનું થયું પોસ્ટમોર્ટમ
આ કેસમાં પીડિતાનું પોસ્ટમોર્ટમ કરીને લાશ તેના પરિવારને સોંપી દેવાઈ છે.

કોણ છે આરોપીઓ

દીપક ખન્ના(26) ગ્રામીણ સેવાનો ડ્રાઈવર છે. અમિત ખન્ના(25) ઉત્તમ નગરમાં એસબીઆઈ કાર્ડમાં કામ કરે છે. 27 વર્ષીય કૃષ્ણન દિલ્હીના કનોટ પ્લેસમાં કામ કરે છે. મિથુન (૨૬) નારાયણમાં હેરડ્રેસરનું કામ કરે છે. છેલ્લો આરોપી મનોજ મિત્તલ સુલતાનપુરીમાં ફૂડ ડીલર તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે આરોપી દીપક ખન્ના નશામાં હતો કે કેમ તેની તપાસ કરવા માટે તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે.

તમામ આરોપી 3 દિવસની પોલીસ કસ્ટડીમાં
પોલીસે તમામ 5 આરોપીઓની કસ્ટડી મેળવી લીધી છે અને પૂછપરછ શરુ કરી દીધી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow