ખાતરની અછત વચ્ચે ગુજરાત સરકારનો દાવો, રવી સીઝન માટે કેન્દ્ર સરકારે જુઓ કેટલાં લાખ ટન યુરિયા મંજૂર કર્યું

ખાતરની અછત વચ્ચે ગુજરાત સરકારનો દાવો, રવી સીઝન માટે કેન્દ્ર સરકારે જુઓ કેટલાં લાખ ટન યુરિયા મંજૂર કર્યું

હાલ ખેડૂતો શિયાળું પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના અમુક જગ્યાએ ખાતરની અછતને કારણે લાંબી લાઈનો જોવા મળી રહી છે તો ક્યાંક દુકાનો સામે ખાતર ન હોવાના બોર્ડ લાગ્યા છે. ત્યારે સરકારે ફરિવાર ખાતરને લઈને મોટો દાવો કર્યો અને કહ્યું છે કે ગુજરાતમાં યોગ્ય માત્રામાં જથ્થો ઉબલબ્ધ છે. ગુજરાતને છેલ્લા 15 દિવસમાં 1.45 લાખ ટુન યુરિયા ખાતર આપવામાં આવ્યું છે. તેમજ તે સિવાય કેન્દ્ર સરકાર ડિસેમ્બર મહિનામાં કુલ 2.71 લાખ ટન યુરિયા ખાતર મળવાનું છે અને કેન્દ્રએ રવિ સીઝન માટે ગુજરાત માટે કુલ 12.50 લાખ ટન યુરિયા મંજૂર કર્યું છે. આ સિવાય સરકારે જણાવ્યું કે, કંપનીઓ દરરોજ 5 થી 10 હજાર મેટ્રિક ટન જથ્થો સપ્લાય કરી રહી છે.

યુરિયા ખાતરને લઈને ખેડૂતોને મુશ્કેલી
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં યુરિયા ખાતરની તંગીના કારણે ખેડૂતોની ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે અમીરગઢ તાલુકો ખેતી અને પશુપાલન પર આધારીત છે. ત્યારે હાલમાં યુરિયા ખાતરની તંગીને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

હાલમાં રવિ પાકની સીઝનની વાવણી ચાલુ
બનાસકાંઠામાં ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે હાલમાં ઘઉ, રાયડો અને એરંડાની સીઝન હાલમાં ચાલી રહી છે. ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow