અમેરિકામાં વાવાઝોડાએ તબાહી સર્જી

અમેરિકામાં વાવાઝોડાએ તબાહી સર્જી

અમેરિકાનો દક્ષિણ પૂર્વ વિસ્તાર તબાહ થઈ ગયો છે. ખાસ કરીને ફ્લોરિડામાં ઇયાન વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવી છે. હવે આ વાવાઝોડું સાઉથ કેરોલિના તરફ આગળ વધી રહ્યું છે. દરિયામાંથી બોટ સીધી લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે. નાના વિમાનો પાર્કિંગ એરિયામાંથી સરકીને ખાડાઓમાં પડી ગયા છે. કેટલીક જગ્યાએ તો તે રસ્તાની બાજુમાં પડેલા જોવા મળે છે. વીજ થાંભલા તૂટી ગયા છે. મોબાઇલ સર્વિસ બંધ હોવાથી કોમ્યુનિકેશન વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. રેસ્ક્યુ ટીમ ફ્લોરિડામાં ફસાયેલા લોકોની મદદ માટે મહેનત કરી રહી છે.

ફ્લોરિડા રાજ્યના 18 લાખ લોકો અંધારામાં જીવવા માટે મજબૂર બન્યાં છે. વાવાઝોડું ઈયાન ફ્લોરિડાના કિનારે 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું અને ત્યારથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ફ્લોરિડાના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નિષ્ણાતોનો અંદાજ છે કે આ વાવાઝોડામાં 260 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow