અમેરિકામાં રહેતા પટેલ યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકનું ઘટના સ્થળે મોત…

અમેરિકામાં રહેતા પટેલ યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો, યુવકનું ઘટના સ્થળે મોત…

વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓની જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમેરિકામાં રહેતા પટેલ યુવકનું બે આરોપીઓ દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.

મૂળ કડીના પટેલ યુવકનો અમેરિકામાં જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવક પોતાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં વસવાટ કરતો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે અમેરિકામાં આવેલા પોતાના નેસવિલના ટેનીસિ સ્ટોરમાં હતો. ત્યારે અચાનક જ બે યુવકો સ્ટોરમાં ગુસ્સે છે અને પટેલ યુવક પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લે છે.

આ ઘટનામાં પટેલ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ વિશાલભાઈ પ્રવીણભાઈ પટેલ હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી.

તેઓ મૂળ કડી તાલુકાના ઊંટવા ગામના રહેવાસી હતા. વિશાલભાઈ પોતાના આખા પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી અમેરિકાની અંદર વસવાટ કરે છે. 28 તારીખ એટલે કે સોમવારના રોજ વિશાલભાઈ સાંજના સમયે પોતાના સ્ટોર ઉપર હાજર હતા. ત્યારે બે અજાણ્યા યુવકો સ્ટોર પર ઘુસી આવે છે.

અને બંનેને જોઈને વિશાલભાઈ કાંઈ બોલે તે પહેલા તો બંને વિશાલભાઈ પર ગોળી ચલાવે છે. આ ઘટનામાં વિશાલભાઈના છાતીના ભાગે અને માથાના ભાગે ગોળી વાગી હતી. આ કારણસર તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ વિશાલ ભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow