અમેરિકામાં અમદાવાદ જેવી જ પ્લેન ક્રેશ દુર્ઘટના

અમેરિકામાં અમદાવાદ જેવી જ પ્લેન ક્રેશ દુર્ઘટના

બુધવારે કેન્ટુકીના લુઇસવિલેમાં અમદાવાદમાં થયેલાં પ્લેન ક્રેશ જેવું જ એક કાર્ગો વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે.

ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA) અનુસાર, UPS ફ્લાઇટ 2976 એ મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈના હોનોલુલુમાં ડેનિયલ ઇનોયે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી.

FAA એ અહેવાલ આપ્યો છે કે આ અકસ્માત સાંજે 5:15 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. એરપોર્ટની દક્ષિણમાં ગાઢ ધુમાડો અને જ્વાળાઓ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં તીવ્ર જ્વાળાઓ અને કાટમાળ જોવા મળ્યો હતો.

પોલીસે એરપોર્ટની 8 કિમી ત્રિજ્યામાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow