અમેરિકનોને વૃદ્ધાવસ્થા પસંદ નથી, કોસ્મેટિક સર્જરી, મેરેથોન થકી લાંબા સમય સુધી યુવાન રહેવાનો પ્રયાસ

અમેરિકનોને વૃદ્ધાવસ્થા પસંદ નથી, કોસ્મેટિક સર્જરી, મેરેથોન થકી લાંબા સમય સુધી યુવાન રહેવાનો પ્રયાસ

જીવનની ત્રણ વાસ્તવિકતા છે- એક છે, જન્મ. બીજી છે, જીવન અને ત્રીજી છે, મૃત્યુ. આ પૈકી એક વાસ્તવિકતા એ પણ છે તે વધુ ને વધુ જીવવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકોની. 1955થી 60 દરમિયાન અમેરિકામાં જન્મેલી પેઢીએ આજે લગભગ 65 વર્ષ જોયાં હશે, પરંતુ તેઓ પોતે વૃદ્ધ હોવાની વાસ્તવિકતાને સ્વીકારતા નથી. તેઓ યુવાન રહેવા તમામ પ્રયાસ કરે છે. દર વર્ષે 65 વર્ષથી વધુ ઉંમરના લગભગ દોઢ કરોડ લોકો કોસ્મેટિક સર્જરીમાંથી પસાર થાય છે. 60 પાર લોકો મેરેથોન દોડે છે. ‘સિક્સ્ટી ઇઝ નાઉ ફિફ્ટી’ના મંત્ર જપી રહ્યા છે.

અમેરિકા 65 પાર વૃદ્ધાવસ્થાથી ડરે છે કેમ? તેનું કારણ એ છે કે આ લોકો યુવાન હતા ત્યારે અમેરિકામાં નવી નવી શોધો થતી. માણસ ચંદ્ર પર પહોંચી ગયો હતો, ફૂડચેન ખૂલી રહ્યાં હતાં, સ્વતંત્ર વિચારોની બોલબાલા હતી. આ પેઢીએ ક્યારેય પણ વૃદ્ધાવસ્થા વિશે વિચાર્યું નહોતું. માર્કેટ વોચ મુજબ, 65 વર્ષથી વધુ ઉંમરના 71% થી વધુ લોકોએ તેમની યુવાનીમાં વૃદ્ધાવસ્થા માટે રિટાયર્મેન્ટ પ્લાન પણ બનાવ્યો ન હતો.

હવે આ પેઢી વૃદ્ધ થઈ ગઈ છે, પરંતુ આ વાસ્તવિકતાને સ્વીકારવાને બદલે તેઓ પોતાને યુવાન દેખાવાનો પ્રયાસ કરે છે. સ્કિડમોર કોલેજ ઓફ સાઈકોલોજીના પ્રો. શેલ્ડન સોલોમન કહે છે કે, આ માટે અમેરિકન સમાજની વિચારસરણી જવાબદાર છે. અમેરિકામાં વૃદ્ધ થવાનો મતલબ નિસ્તેજ થઈ જવું છે. તેઓ યુવાનીને જ શ્રેષ્ઠ માને છે.

પહેલીવાર 65 વર્ષના લોકોને 18 વર્ષના વટાવી જશે
અમેરિકામાં ઝડપથી વૃદ્ધ થઈ રહેલા લોકો 2034માં પ્રથમવાર 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી 18 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના લોકો કરતાં વધારે હશે. US સેન્સસ બ્યૂરો અનુસાર 2030 સુધીમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકો કુલ વસ્તીના 20% હશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow