અમેરિકાએ ચોંકાવ્યા, દુનિયાના સૌથી એડવાન્સ ફાઇટર જેટ એફ-35 પહેલીવાર ભારત આવ્યા

અમેરિકાએ ચોંકાવ્યા, દુનિયાના સૌથી એડવાન્સ ફાઇટર જેટ એફ-35 પહેલીવાર ભારત આવ્યા

એશિયાના સૌથી મોટા બેંગલુરુ એર શૉની સોમવારે શરૂઆત થઇ. આ એર શૉની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, દુનિયાના સૌથી એડવાન્સ બે અમેરિકન ફાઇટર જેટ એફ-35ની ભારતમાં પહેલીવાર એન્ટ્રી થઇ. એફ-35 બનાવતી લોકહિડ માર્ટિન કંપનીના બે એફ-16 વાઇપર અને બે એફએ/18 સુપર હોર્નેટ બેંગલુરુ પહોંચી ચૂક્યા હતા. આ સ્થિતિમાં એફ-35ની હાજરીને લઇને આખો દિવસ ચર્ચા રહી. આ એર શૉમાં એફ-35 પણ ઉડાન ભરશે.

ભારત અને અમેરિકાના ડિફેન્સ એટેચી રિયર એડમિરલ માઇકલ બેકરે ભારત સાથે એફ-35ના સંભવિત અધિગ્રહણ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘બંને દેશ વ્યૂહાત્મક ભાગીદાર છે. ભારત ખુદ પણ ભવિષ્યના ફાઇટર જેટ બનાવી રહ્યું છે.’ હકીકતમાં ભારતને 114 મલ્ટીરોલ ફાઇટર જેટ ખરીદવાના છે. અમેરિકાની નજર તેના જેટ વેચવા પર છે. આ એર શૉનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા, તો એરફોર્સના વડા વી.આર. ચૌધરી દુનિયાના સૌથી લાઇટ વેઇટ ફાઇટર જેટ તેજસમાં અહીં પહોંચ્યા હતા.

આ શૉ અમારી આત્મનિર્ભરતાઃ મોદી
આ શૉના ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ એર શૉ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ શૉ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં ઝડપથી આગળ લઇ જશે. ભારત 75 દેશને શસ્ત્રસરંજામ નિકાસ કરે છે.

વિમાન પર હનુમાનજીનું ચિત્ર
અહીં સુપરસોનિક ટ્રેનર એચએલએફટી-42 વિમાનને પહેલીવાર પ્રદર્શિત કરાયું હતું. તેની ટેઇલ પર હનુમાનજીનું ચિત્ર છે. તેની નીચે લખ્યું છે કે, ‘ધ સ્ટોર્મ ઇઝ કમિંગ’ એટલે કે ઝડપથી તોફાન આવવાનું છે.

હાલ કોઇ પણ દેશ પાસે એફ-35 નથી
એફ-35 ફિફ્થ જનરેશન ફાઇટર જેટ છે. તેનું સ્ટ્રેલ્થ ફીચર હેલિકોપ્ટરની જેમ ટેક ઑફ અને લેન્ડિંગ કરી શકે છે. એફ-35 હાલ કોઇ દેશ પાસે નથી.

આઠ હજાર કિલો વજનના શસ્ત્રો લઇ જઇ શકે છે.
દુશ્મનની રડાર પકડી નથી શકતી અને તેથી લક્ષ્યને તબાહ કરીને પરત ફરી શકે છે.
1.6 મેક સ્પીડ એટલે કે અવાજથી પણ દોઢ ગણી વધુ ગતિએ તે ઉડાવી શકાય છે.
એડવાન્સ સેન્સર, તેનાથી ઇલેક્ટ્રોનિક વૉર પણ શક્ય છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow