12 લાખ ભારતીયોને વિઝા આપવાની અમેરિકાની તૈયારી

12 લાખ ભારતીયોને વિઝા આપવાની અમેરિકાની તૈયારી

અમેરિકન સરકારે જૂન 2023 સુધી 12 લાખ ભારતીયને વિઝા આપવાની તૈયારી કરી છે. વિઝા આપવામાં અમેરિકન સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા ભારત રહેશે. આમ કરીને તેઓ આવતા વર્ષ સુધીમાં પ્રિ-કોવિડ પહેલાની સ્થિતિએ પહોંચવા માગે છે. કોરોનાને લગતા પ્રવાસના પ્રતિબંધો હટ્યા પછી અમેરિકાના વિઝા માટે અરજી કરનારા દેશોમાં ભારત અગ્રસ્થાને છે. વિઝા આપવાના લાંબા સમયગાળાને જોતા અમેિરકા હજુ વધુ કર્મચારીઓની ભરતી કરવાની તેમજ ડ્રોપ બોક્સ સુવિધા વધારવાની પહેલ કરવા જઈ રહ્યું છે.

અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, આ માટે અમે દર મહિને એક લાખ વિઝા આપવાની યોજના બનાવી છે. અમેરિકા પહેલેથી એચ1 અને એલ શ્રેણીના વિઝામાં ભારતીયોને પ્રાથમિકતા આપવા માટે જાણીતું છે. હાલમાં જ વિઝા રિન્યૂ કરાવવા ઈચ્છુક અરજદારો માટે એક લાખ અરજીનો સ્લોટ ફાળવવામાં આવ્યો હતો.

બીજી તરફ, સ્ટુડન્ટ વિઝા માટે રાહ જોવાના સમયમાં પણ ઘટાડો કરવાને પ્રાથમિકતા અપાઈ રહી છે. ખાસ કરીને એવા લોકો માટે જે પોતાના વિઝા રિન્યૂ કરવા ઈચ્છે છે. જોકે, શરૂઆતમાં ડ્રોપ બોક્સ સુવિધાનો ઉપયોગ કરનારા અરજદારો પર વધુ ધ્યાન અપાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow